શ્રીદેવીના બર્થ-ડે પર જ્હાનવીએ શેર કરી ફેમિલિ PHOTO, જાણો શું લખ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Aug 2018 12:57 PM (IST)
1
2
બીજી તરફ શ્રીદેવીની યાદમાં સૂચના અને પ્રસારણ મંત્રાલયે સોમવારે એક્ટ્રેસની છ ફિલ્મોનું સ્ક્રીનિંગ રાખ્યું હતું. આ ફિલ્મોની સ્ક્રીનિંગ મહાદેવ રોડ, નવી દિલ્હીની ફિલ્મ્સ ડિવિઝન ઓડિટોરિયમમાં છે. 13 ઓગસ્ટના રોજ શ્રીદેવીના જન્મદિવસના અવસર પર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
3
મુંબઇઃ બોલિવૂડ ‘ચાંદની’ શ્રીદેવીનો આજે જન્મદિવસ છે. આ ખાસ અવસર પર શ્રીદેવીની મોટી દીકરી જ્હાનવી કપૂરે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરતા માતા શ્રીદેવીને યાદ કરી હતી.
4
જ્હાનવીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના બાળપણની એક તસવીર શેર કરી હતી. જેમાં જ્હાનવી, પિતા બોની કપૂર અને માતા શ્રીદેવી દેખાઇ રહ્યા છે. જ્હાનવીએ કેપ્શનમાં લખ્યું કે, Happy birthday mam, કપૂર પરિવાર માટે આ દિવસ ખાસ છે પરંતુ તેમના નિધનના શોકમાંથી બહાર આવવું સરળ નથી.