✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અનુષ્કા શર્માએ ક્યા ટોચના ડિરેક્ટર સામે કર્યો સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ, બીજી હીરોઈનને પણ કરેલી પરેશાન, કરવાની હતી પોલીસ ફરિયાદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Dec 2016 11:37 AM (IST)
1

અહીં વિચારવા જેવી વાત એ છે કે, શું અનુષ્કાએ સાચું કહ્યું હતું કે પછી કરનને પરેશાન કરવા માટે મજાક કરી રહી હતી. જો આ મજાક હોયતો બહુ ખરાબ મજાક કહેવાય કારણ કે શારીરિક શોષણની પીડા ખૂબ ઊંડી હોય છે અને એક યુવતી હોવા છતાં અનુષ્કાએ આ પ્રકારની વાતોની મજાક ન ઉડાવી જોઈએ.

2

જ્યારે કરને સ્પષ્ટતા કરી તો અનુષ્કાએ તેની પર અન્ય એક એક્ટ્રેસ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. અનુષ્કાના મતે, આ વર્ષે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની પાર્ટી દરમિયાન તેણે જેક્લીન ફર્નાન્ડિઝને પણ ખોટી રીતે ટચ કરી હતી.

3

જ્યારે અનુષ્કા અને કરન વચ્ચે ચર્ચા વધવા લાગી તો કેટરિનાએ વચ્ચે આવીને બચાવ કર્યો હતો. તેણે કહ્યું કે,આપણે આ મામલે ફરી ક્યારેક વાત કરીશું. હું તમને બન્નેને પ્રેમ કરૂં છું અને હું નથી ઇચ્છતી કે તમારા બન્ને સાથે કશું ખરાબ થાય.

4

અનુષ્કાએ કેટરિનાને કહ્યું,માફ કરજે, હું કરન સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ કરવા જઇ રહી હતી. શૂટિંગ સમયે તે મને ક્યારેક ખોટી રીતે ટચ કરતા હતાં. અનુષ્કાનું આ સ્ટેટમેન્ટ સાંભળીને કરન જોહરનું મોઢું ખુલ્લું જ રહી ગયું અને કેટરીના પણ દંગ રહી ગઈ.

5

કરન જોહરના શોમાં અનુષ્કા શર્મા અને કેટરીના કેફે સાથે મળીને ખૂબ એન્ટરટેનમેન્ટ બનાવ્યો હતો. વાત વાતમાં શો દરમિયાન કરને એ સ્વિકાર કર્યું હતું કે 'એ દિલ હૈ મુશ્કિલ'ના શૂટિંગ દરમિયાન તેને અનુષ્કા પર ક્રશ થયો હતો. કરન જોહરની વાત સાંભળીને અનુષ્કા શર્માએ જે કહ્યું તેનાથી સૌના હોંશ ઉડી ગયા.

6

શોમાં અનુષ્કમા શર્માએ ખુલાસો કર્યો કે કરન જોહરે તેમની શારીરિક શોષણ કર્યું હતું. અનુષ્કાના સ્ટેટમેન્ટથી કરનની સાથે સાથે ત્યાં હાજર કેટરીના પણ શોક્ડ થઈ ગઈ હતી. કેટરિના આ ખુલાસા પછી કન્ફ્યૂઝડ જોવા મળી હતી.

7

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ હાલમાં જ કરન જોહરના વિવાદિત ચેટ શો 'કોફી વિથ કરન'માં આવ્યા હતા. જ્યાં બન્નેએ કરનની સાથે ખૂબ મસ્તી કરી અને તેના તીખા સવાલોના સ્પષ્ટ જવાબો આપ્યા હતા. આ એપિસોડને લોકોએ ખૂબ પસંદ કર્યો પરંતુ વાત વાતમાં આ એપિસોડમાં એવું થયું જેના વિશે કોઈએ વિચાર્યું ન હતું.

  • હોમ
  • મનોરંજન
  • અનુષ્કા શર્માએ ક્યા ટોચના ડિરેક્ટર સામે કર્યો સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ, બીજી હીરોઈનને પણ કરેલી પરેશાન, કરવાની હતી પોલીસ ફરિયાદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.