બંગાળના આ ક્રિકેટરે 44 સિક્સર, 23 ફોર સાથે ઠોક્યા 413 રન, જાણો વિગત
આ દરમિયાન તેણે 44 સિક્સ અને 23 ફોર સાથે કુલ 67 બાઉન્ડ્રી ફટકારી હતી. આ સાથે તે ત્રણ દિવસીય કૈબ લીગમાં 400+ રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલકાતાઃ બંગાળના ક્રિકેટર પંકજ શોએ લીગ મેચમાં એકલા હાથે 413 રન બનાવીને એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. આજના 21મી સદીની ક્રિકેટની રમતમાં કોઈપણ રેકોર્ડ બનવો સંભવ છે. આવો જ એક રેકોર્ડ બંગાળના ક્રિકેટર પંકજ શોએ ત્રણ દિવસીય કૈબ લીગમાં બનાવ્યો છે.
પંકજ શોની ક્રિકેટ કારકિર્દી ફોર્મેટ મેચ રન બેસ્ટ સદી/અડધી સદી ફર્સ્ટ ક્લાસ 12 613 118 1/6 લિસ્ટ-એ 4 122 68 -/1 ટી-20 12 134 38* -
બંગાળ ક્રિકેટ એસોસિએશન ત્રણ દિવસીય ફર્સ્ટ ક્લાસ મેચમાં પંકજ શોએ 413 રન બનાવ્યા હતા. આ મેચ બારિશા સ્પોર્ટિંગ અને દક્ષિણ કાલીકાટા સંસદ ટીમ વચ્ચે રમાઇ હતી. બારિશા ટીમે 708/8 રન બનાવ્યા હતા. જેમાં પંકજે એકલાએ 413 રન બનાવ્યા હતા. આ પહેલા દક્ષિણની ટીમે પ્રથમ ઇનિંગમાં 369 અને બીજી ઇનિંગમાં 96/2 રન બનાવીને મેચ ડ્રો કરાવી હતી.
પંકજ શોએ છઠ્ઠી વિકેટે અજમેર સિંહ (47) સાથે 203 રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યાર બાદ આઠમી વિકેટથી રમવા માટે આવેલા શ્રેયાન ચક્રવર્તી સાથે (22) મળીને 191 રન જોડ્યા હતા. 28 વર્ષીય શોએ ગત્ત વર્ષે રાજસ્થાન સામેની રણજી ટ્રોફીમાં ડેબ્યું કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -