ક્રિકેટના હીરોને છોડીને, બોલીવુડના Zero પાસે પહોંચી અનુષ્કા શર્મા
શાહરૂખ, કેટરિના અને અનુષ્કાએ 2012માં આવેલી ‘જબ તક હૈ જાન’માં એકસાથે કામ કર્યું હતું. આ ફિલ્મ પછી ફરી ત્રણે સેલેબ્સ સિલ્વર સ્ક્રિન પર જોવા મળશે. આ ફિલ્મ 21 ડિસેમ્બરના રોજ રીલિઝ થશે. ફિલ્મમાં શાહરૂખ ખાન ઠીંગણો બન્યો છે. આ ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ રીલિઝ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનુષ્કા ફિલ્મ ‘પરી’નું પ્રમોશન પણ કરશે.
અનુષ્કા કેપટાઉનમાંથી રવિવારે મુંબઇ પરત ફરી છે. તે પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં વ્યસ્ત છે. ‘ઝીરો’માં અનુષ્કા સાથે શાહરૂખ ખાન અને કેટરિના કૈફ પણ છે.
ખુદ અનુષ્કા શર્માએ તેની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપી છે. ક્રિકેટના હીરો વિરાટ કોહલીની સાથે વેકેશન મનાવીને તે ફિલ્મ ઝીરોના સેટ પર પરત ફરી છે. એક મહિના બાદ પરત આવેલ અનુષ્કાનું ટીમે ફૂલોથી સ્વાગત કર્યું, તેની વેનિટી વેનને ખાસ સજાવવામાં આવી હતી.
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા વિતેલા એક મહિનાથી વેકેશન ગાળી રહી હતી. 11 ડિસેમ્બરે ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે લગ્ન, બાદમાં રિસેપ્શન, હનીમૂન અને સાઉથ આફ્રીકામાં નવા વર્ષની ઉજવણી બાદ હવે અનુષ્કા શર્મા કામ પર પરત ફરી છે.