મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્નિ અનુષ્કા શર્માએ પોતાની દીકરીની પહેલી તસવીર મૂકી છે.  અનુષ્કાએ પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું હોવાની જાહેરાત પણ કરી છે. અનુષ્કા તથા વિરાટે મીડિયા સાથે સંકળાયેલા ફોટોગ્રાફર્સને એક  ગિફ્ટ હેમ્પર મોકલ્યું છે. આ હેમ્પરમાં બોમ્બે સ્વીટ શોપની મીઠાઈ, ફ્લેવર્ડ ડ્રાય ફ્રૂટ્સ, ડાર્ક ચોકલેટ્સ તથા સુગંધિત કેન્ડ્લ છે.  આ ઉપરાંત હિંદી તથા અંગ્રેજીમાં આભાર માનતો પત્ર પણ લખ્યો છે.

અનુષ્કા તથા વિરાટે લખ્યું છે કે, અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી પણ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમારા તમામનો આભાર.'



First Photo:  કોહલી-અનુષ્કાએ દિકરીની પ્રથમ તસવીર શેર કરી, જાણો શું નામ રાખ્યું