વેલેન્ટાઇન ડે 'પરી'નું નવું ટીઝર આઉટ, આવા ડરાવના અંદાજમાં અનુષ્કાએ કહ્યું- I love You
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત તે ફિલ્મ ઝીરોના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ઝીરો મૂવી આ વર્ષે 21 ડિસેમ્બરે રિલીઝ થશે.
ફિલ્મ 2 માર્ચે હોળીન દિવસે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું નિર્દેશન પ્રોસિત રાયે કર્યું છે. ફિલ્મ ક્લિન સ્લેટ ફિલ્મ્સના બેનર હેઠળ બની છે. અનુષ્કા શર્મા પોતાના ભાઇ કરનેશ શર્માની સાથે ફિલ્મની સહનિર્માતા પણ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ફિલ્મના ટીઝર રિલીઝ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં રજત કપૂરે પણ અભિનય કર્યો છે.
એક્ટ્રેસે પોતાના ટ્વીટર હેન્ડલ પર ફિલ્મનું નવું ટીઝર રિલીઝ કરતા લખ્યું છે કે- 'વિલ યુ બી હર વેલેન્ટાઇન'. ટીઝરમાં અનુષ્કા અને પરમબ્રત ચેટર્જી છે. તે પરમબ્રતને આઇ લવ યુ કહે છે. જેના પર એક્ટર એક હલ્કુ સ્મિત આપીને ટીવી જોવા લાગે છે, આના પછી ટીઝરમાં અનુષ્કાનું લોહીથી લથપથ મોં વાળો ડરાવનો ચહેરો સામે આવે છે. તે અનુષ્કાના આઇ લવ યુ નો જવાબ આપતા ડરતાં ડરતાં કહે છે આઇ લવ યુ ટૂ.
મુંબઇઃ અનુષ્કા શર્માની ફિલ્મ પરી આ વર્ષે હોળીના દિવસે રિલીઝ થવા જઇ રહી છે. આ એક હૉરર ફિલ્મ છે અને અનુષ્કા ડેવિલની ભૂમિકામાં દેખાશે. અનુષ્કાએ વેલેન્ટાઇન ડેના પ્રસંગે ફિલ્મનું નવું ટીઝર લૉન્ચ કર્યું છે જે રૂંવાટા ઉભા કરી દે તેવું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -