✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રભાસ આ હોટ હીરોઈન સાથે કરશે સગાઈ? સોશિયલ મીડિયા પર ચર્ચા પછી શું બોલ્યો ‘બાહુબલિ’?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Oct 2017 08:03 AM (IST)
1

જોકે હવે ચર્ચા એવી છે કે પ્રભાસ અને અનુષ્કા ડિસેમ્બર મહિનામાં સગાઈ કરી લેવાના છે. પ્રભાસ-અનુષ્કાના ચાહકો માટે તો આ વાત જાણે સપનુ સાકાર થઈ જવા જેવી છે! ટ્વીટર પર ઉમેર સંધુ નામના યુઝરે ટ્વીટ કરીને જણાવ્યું છે કે અનુષ્કા શેટ્ટી અને પ્રભાસના એક ક્લોઝ ફ્રેન્ડે તેને જણાવ્યું છે કે પ્રભાસ અને અનુષ્કા એક બીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને તે હવે ઓફિશિયલી રિલેશનશીપમાં છે. આ ટ્વીટ પછી પ્રભાસ અને અનુષ્કા ડિસેમ્બરમાં સગાઈ કરવાના હોવાની અફવાએ જોર પકડ્યું હતુ.

2

બાહુબલિ-2માં પ્રભાસ અનુષ્કાના ધમાકેદાર પરફોર્મન્સ પછી બંને વચ્ચે રોમાન્સની અફવાએ જોર પકડ્યું હતું. બાહુબલિ અને દવેસેનાના રોલને તેમણે પરદા પર જે રીતે સાકાર કર્યું હતું તે જોતા ચાહકોને લાગ્યું હતું કે રિયલ લાઈફમાં પણ બંને વચ્ચે ઘણી સારી કેમિસ્ટ્રી છે.

3

બાહુબલી-2માં પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની કેમિસ્ટ્રી જોઈને માત્ર દર્શક જ હેરાન ન હતા પરંતુ ટીકાકારોએ પણ બન્નેની જોડીના વખાણ કર્યા હતા. ફિલ્મ રિલીઝ થયા બાદ જેટલી ચર્ચા તેના બેક્સ ઓફિસના રેકોર્ડની હતી એટલી જ ચર્ચા એ વાતની પણ હતી કે શું અનુષ્કા અને પ્રભાસ ખરેખર એક બીજાને ડેટ કરી રહ્યા છે. અહેવાલ અનુસાર બાહુબલીની સફળતા બાદ પ્રભાસને લગ્નના અંદાજે 6000 પ્રસ્તાવ મળ્યા હતા. જેને તેમણે નકારી દીધા હતા.

4

પ્રભાસ હાલમાં તેની મેગાબજેટ ફિલ્મ સાહોનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે શ્રદ્ધા કપૂર સાથે જોવા મળશે. આ માટે પ્રભાસે ઘણી તૈયારી કરવી પડી છે. અનુષ્કા પણ ઘણી ફિલ્મો સાઈન કરી રહી છે અને આવતા છ મહિના સુધી બંનેમાંથી એકેય પાસે ટાઈમ નથી.

5

પ્રભાસે વધુમાં કહ્યું, “અગાઉ મને ખોટુ લાગતુ હતું કે તેઓ આવુ કેવી રીતે લખી શકે? પરંતુ હવે મને આવી અફવાઓથી કોઈ ફરક નથી પડતો.” સૂત્રોના જણાવ્યા મુજબ પ્રભાસ અને અનુષ્કા ડેટ કરતા હોય તો પણ તે હમણા સગાઈ કરી શકે તેમ નથી કારણ કે બંને પોતપોતાની ફિલ્મમાં ગળાડૂબ અને વ્યસ્ત છે.

6

પરંતુ તમે આ અફવામાં તણાઈ જાવ તે પહેલા તમને જણાવી દઈએ કે પ્રભાસ અને અનુષ્કાએ આ વાતને રદિયો આપી દીધો છે. પ્રભાસે જણાવ્યું કે, “આવી વાત આવવી સામાન્ય છે. મને હતુ જ કે આવી અફવા ઊડશે. તમે કોઈ એક્ટર સાથે બે કરતા વધારે ફિલ્મ કરો એટલે લોકો તમારા માટે આવી અફવા ઊડાવવા જ માંડે છે.”

  • હોમ
  • મનોરંજન
  • પ્રભાસ આ હોટ હીરોઈન સાથે કરશે સગાઈ? સોશિયલ મીડિયા પર ચર્ચા પછી શું બોલ્યો ‘બાહુબલિ’?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.