મહેન્દ્રસિંહ ધોનીના ઘરે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ માણી લિટ્ટી-ચોખાની લિજ્જત
રિંગ રોડ સ્થિત માહીના નવા ઘરમાં ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથ, મોઈસેસ હેનરિક્સ અને ટિમ પેન પહોંચ્યા. અહીં માહીના પરિવારે પોતાના મહેમાનોની ખૂબ આગતા સ્વાગતા કરી અને તેમને એવું ભોજન કરાવ્યું જેનો સ્વાદ તેઓ લાંબા સમય સુધી નહીં ભુલે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાંચીઃ 5 વન ડે મેચેનો સીરીઝ 4-1થી જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હાલમાં મેહમાન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 સીરીઝની તૈયારી કરીરહી છે. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની નવરાશની પળોમાં પોતાના ઘરે રાંચી આવ્યા છે. અહીં તેમણે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સહિત બોલીવુડ સ્ટાર અનુપમ ખેરને પણ પોતાના ઘરે ડિનરનું આમંત્રણ આપ્યું હતું.
જણાવી દઈએ કે 7 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ટી-20 સીરિઝ માટે ઝડપી બોલર આશિષ નેહરાનું પણ કમબેક થયું છે. જ્યારે સ્પિનર આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને ફરીથી ટીમથી બહાર કરી દેવામાં આવ્યા છે. શિખર ધવનનું પણ ટીમમાં કમબેક થયું છે. જ્યારે ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીને ટી20માં જગ્યા નથી મળી.
અનુપમ ખેરે ડીનરના ખૂબ વખાણ કરતાં કહ્યું કે, દાળ ખૂબ સ્વાદિષ્ટ બની હતી. ડીનરનું ફૂડ ધોનીની માંએ બનાવડાવ્યું હતું. એકદમ ઘર જેવું કન્ફર્ટેબલ ફૂડ હતું.
સાત એકરમાં ફેલાયેલા માહીના ફાર્મ હાઉસમાં થયેલી આ ડીનર પાર્ટીમાં અનુપમ ખેર અને ખુદ ધોનીના કેટલાક ખાસ મિત્રો શામેલ હતા. દરેકે અહીંયા લિટ્ટી-ચોખા ઉપરાંત ઝારખંડના સ્થાનિક વ્યંજનોનો પણ ખુદ લાભ ઉઠાવ્યો. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પણ લિટ્ટીનો ટેસ્ટ એટલો પસંદ આવ્યો કે તેમણે તેને બનાવવાની રીત પણ પૂછી લીધી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -