Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અનુષ્કાની પરીથી ડર્યો અબ્રાહમ, પોતાની આ ફિલ્મની રીલિઝ ધકેલી પાછળ, જાણો શું છે કારણ
પ્રૉડક્શન સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, જૉનની પાસે કોઇ અન્ય ઓપ્શન ન હતો, તેને કહ્યું 'પરીમાં અનુષ્કાની ડરાવનો ચહેરો પહેલાથી જ લોકોને આકર્ષિત કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ હોળીના તહેવાર પર બૉલીવૂડના બે દિગ્ગજ ખેલાડીઓ અનુષ્કા શર્મા અને જૉન અબ્રાહમન ફિલ્મો એકબીજા સાથે સિનેમા હૉલમાં ટકરાવવાની હતી, પણ હવે રિપોર્ટ્ આવી રહ્યાં છે કે જૉન અબ્રાહમે પોતાની ફિલ્મને રિલીઝ ડેટ આગળ ધપાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્માની ફિલ્મ 'પરી' અને જૉન અબ્રાહમની ફિલ્મ 'પરમાણું: ધ સ્ટૉરી ઓફ પરમાણું' એકસાથે રિલીઝ થવાની હતી.
જોકે, રિલીઝને લઇને હવે જૉન અબ્રાહમે પોતાની ફિલ્મ પરમાણુંની રિલીઝ ટાળી દીધી છે. બન્ને ફિલ્મો માર્ચમાં રિલીઝ થવાની હતી, પણ જૉને બૉક્સ ઓફિસ કલેક્શનને ધ્યાનમાં રાખીને સમજદારી વાપરી અને પરમાણુની રિલીઝને આગળ ધપાવી દીધી છે, હવે આ ફિલ્મ 6ઠ્ઠી એપ્રિલે રિલીઝ થશે.
તેને વધુમાં કહ્યું નવા પ્રૉમોએ સનસની મચાવી દીધી છે, જ્યારે જૉનની પરમાણુનું હજુ પ્રચાર પણ શરૂ નથી થયો, એટલે ઉતાવળને બદલે રિલીઝમાં સમજદારી દર્શાવી છે. કેટલીય ફ્લૉપ ફિલ્મો બાદ પરમાણું જૉન માટે ખુબ મહત્વની ફિલ્મ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -