સેંચુરિયન વન ડેમાં આફ્રિકા સામે ભારતની 9 વિકેટે જીત, 6 મેચની સીરિઝમાં 2-0ની લીડ
મેદાનમાં ઉતરતી વખતે ફેન્સ સાથે હાથ મિલાવતો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેદાન પર ઉપસ્થિત ભારતીય ટીમના સમર્થકો.
સાઉથ આફ્રિકાનો કેપ્ટન ડુપ્લેસિસ ઇજાગ્રસ્ત થતાં આ મેચમાં માર્કરમ ટીમની કમાન સંભાળી રહ્યો છે. માર્કરમની કેપ્ટનશીપ હેઠળ જ 4 વર્ષ પહેલાં સાઉથ આફ્રિકા અંડર-19માં ચેમ્પિયન બન્યું હતું.
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલીના નિર્ણયને યોગ્ય સાબિત કરતાં ટીમ ઈન્ડિયાના બોલર્સે યજમાન સાઉથ આફ્રિકાને 118 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતી.
સેંચુરિયનઃ બીજી વન-ડેમાં 119 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને 26 રને પ્રથમ ફટકો લાગ્યો હતો. રોહિત શર્મા 15 રન બનાવી રબાડાની ઓવરમાં મોર્કલને કેચ આપી બેઠો હતો. ભારતે 20.3 ઓવરમાં 119 રનનો ટાર્ગેટ પાર પાડ્યો હતો. શિખર ધવન 51 અને કેપ્ટન વિરાટ કોહલી 46 રને અણનમ રહ્યા હતા. સેંચુરિયન વનડેમાં જીત સાથે ભારતે 6 મેચની શ્રેણીમાં 2-0ની લીડ લઇ લીધી છે.
કુલદીપ યાદવે પણ 3 વિકેટ ઝડપી હતી.
ભારત તરફથી સ્પિનર ચહલે કેરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 22 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે 3 વિકેટ અને બુમરાહ-ભુવનેશ્વરે 1-1 વિકેટ લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -