અનુષ્કાએ સગાઈ અંગે લીધી આ બાબા પાસે સલાહ? શા માટે ઉત્તરાખંડમાં કરી શકે સગાઈ
અનુષ્કાએ એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે, ‘અનંત બાબા તેના પરિવારના ગુરૂ છે. જ્યારે પણ તેને શાંતિની જરૂર હોય છે ત્યારે તે અહીં આવે છે. આશ્રમમાં રહેવાનો અનુભવ મારા માટે હંમેશા ખાસ હોય છે કેમકે તેનાથી મનને શાંતિ મળે છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરિદ્વાર: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ટેસ્ટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી ઉત્તરાખંડમાં છે. અને સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તે 1લી જાન્યુઆરીએ ત્યાં જ સગાઈ કરી શકે છે. આ વાત બહાર આવી ત્યારે જ બંનેના પરિવાર તેમજ બચ્ચન દંપતિ અને અંબાણી પરિવાર ઉત્તરાખંડ પહોંચતા આ ખબરોને વેગ મળ્યો હતો. આ પહેલા અનુષ્કા-વિરાટે અનંત બાબા સાથે પણ મુલાકાત કરી હતી. તેમજ કેટલીક નવી તસવીરો સામે આવી છે જેમાં અનુષ્કા પૂજા કરી રહી છે. અને અનંત બાબા પૂજા કરાવી રહ્યા છે.
હરિદ્વારની બે દિવસની મુલાકાતમાં અનુષ્કાએ ઘણો સમય અંબુવાલામાં આવેલા અનંતધામ આત્મબોધ આશ્રમમાં વીતાવ્યો હતો. તેમજ ચાર નજીકના સગાઓની હાજરીમાં અનુષ્કાએ શ્રી અનંતેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. જો કે અનંત બાબાએ બંનેની સગાઈ અંગે કોઈ ટિપ્પણી કરી નહોતી
શા માટે વિરાટ-અનુષ્કા ઉત્તરાખંડમાં કરી શકે સગાઈ? અનુષ્કાના માતા આશીમા શર્મા ગઢવાલી છે. અનુષ્કાના દાદી ઉર્મિલા શર્મા ઉત્તરાખંડમાં રહે છે. જો કે ઉર્મિલા શર્મા અને અનુષ્કાના કાકીએ સગાઈ અંગેના અહેવાલોને નકાર્યા છે. અનુષ્કાના પિતા ઉત્તરપ્રદેશથી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -