Bollywood News:મલાઇકા બાદ જોર્જિયા સાથે પણ અરબાઝનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. અરબાઝ અને જ્યોર્જિયા 3 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ બ્રેકઅપ થઈ ગયું. હવે અરબાઝ ખાનના જીવનમાં એક અન્ય હસીનાની એન્ટ્રી થઇ છે. નવા પ્રેમે દસ્તક દીઆપી છે.
જ્યોર્જિયા સાથેના બ્રેકઅપ બાદ અરબાઝ ખાન હવે એક નવી સુંદરીને ડેટ કરી રહ્યો છે. તેના બીજા પ્રેમના અંત પછી, 56 વર્ષીય અરબાઝ ફરીથી પ્રેમમાં પડ્યો છે. જ્યોર્જિયાથી અલગ થયા બાદ અરબાઝ ખાનના જીવનમાં આ હસીનાની એન્ટ્રી થઇ છે. અરબાઝ પણ ટૂંક સમયમાં સારા સમાચાર આપવા જઈ રહ્યો છે.
અરબાઝ ખાનનો પહેલો પ્રેમ મલાઈકા અરોરા હતી. જેની સાથે તેણે લગ્ન પણ કર્યા હતા. પરંતુ લગ્નના 19 વર્ષ બાદ તેમનો સંબંધ તૂટી ગયો. અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ 2016માં તેમના 19 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આણ્યો હતો. અરબાઝ અને મલાઈકાએ છૂટાછેડા લીધા અને એકબીજાથી અલગ થઈ ગયા. મલાઈકાથી અલગ થયા બાદ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ અરબાઝના જીવનમાં પ્રવેશ કર્યો. અરબાઝ અને જ્યોર્જિયાના સંબંધો વિશે અટકળો ત્યારે ઊભી થઈ જ્યારે તેમના જન્મદિવસની કેક શેર કરતી તસવીરો વાયરલ થઈ., અરબાઝે વર્ષ 2019 માં તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી અને ત્યારબાદ બંને ખાન પરિવારના દરેક ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ અરબાઝનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. અરબાઝ અને જ્યોર્જિયા 3 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ બ્રેકઅપ થઈ ગયું.
રિપોર્ટ્સ અનુસાર, હવે અરબાઝ ખાનના જીવનમાં ત્રીજી હસીનાની એન્ટ્રી થઇ છે. બોલિવૂડ સર્કલમાં એવા સમાચાર છે કે અરબાઝ હાલ બોલિવૂડ મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાનને ડેટ કરી રહ્યો છે. આ કપલ હવે તેમના સંબંધોને લઈને ખૂબ જ ગંભીર છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાનું પણ વિચારી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, બંનેની પહેલી મુલાકાત અરબાઝની આગામી ફિલ્મ 'પટના શુક્લા'ના સેટ પર થઈ હતી, જે આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે. શુરા ખાન ખૂબ જ પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ છે. તેણે ઘણા બોલિવૂડ સ્ટાર્સ માટે કામ કર્યું છે.