નવેમ્બરમાં રણવીર અને દીપિકા લેશે સાત ફેરા, લગ્નની તારીખ આવી સામે
દીપિકાના લગ્ન સાથે જોડાયેલી ખબરો માટેનું એક મોટું કારણ એ છે કે પદ્માવત બાદ દીપિકાએ વિશાલ ભારદ્ધાજના નિર્દેશમાં બની રહેલી એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ સાઇન કરી છે. ત્યારબાદ તેણે કોઇ ફિલ્મ સાઇન કરી નથી. આ પાછળ લોકો એવું માની રહ્યા છે કે દીપિકા લગ્ન માટે ડેટ્સ ફી રાખવા માંગે છે. તો કેટલાક લોકો દીપિકાની નેક અને બેક પેઇનને કારણ માને છે.
રણવીર અને દીપિકા ડેસ્ટિનેશન વેડિંગ ઇચ્છે છે પરંતુ રણવીરના માતા પિતા ઇચ્છે છે કે લગ્ન મુંબઇમાં જ થાય કારણ કે તેમના મોટાભાગના સંબંધીઓ મુંબઇમાં રહે છે અને ડેસિટનેશન વેડિંગને કારણે તેમના પરિવારજનો લગ્નમાં સામેલ થઇ શકશે નહીં.
નવી દિલ્હીઃ બોલિવૂડના ટોપ સ્ટાર્સના લગ્ન ચર્ચામાં છે. અનુષ્કા શર્મા અને સોનમ કપૂરના લગ્ન બાદ વધુ એક બોલિવૂડ કપલ લગ્ન કરવાનું હોવાની ચર્ચા ચાલી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે બંન્ને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરવાના છે. હવે તેમની વેડિંગ ડેટ પણ સામે આવી છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, થોડા સમય અગાઉ દીપિકાના માતાપિતા બેંગલુરુથી મુંબઇમાં રણવીરના માતા પિતાને મળવા આવ્યા હતા. બંન્ને પરિવારની મુલાકાત દીપિકાના ઘરમાં થઇ હતી અને ત્યાં લગ્નની તારીખ પર ચર્ચા થઇ હતી. ત્યારબાદ બંન્નેના પરિવારજનો ડિનર કરવા સાથે ગયા હતા.
એક વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે, રણવીર અને દીપિકાના લગ્ન 18-20 નવેમ્બર વચ્ચે થશે. એક જાણકારી પ્રમાણે, વેડિંટ ડેટ 19 નવેમ્બર છે. સૂત્રોના કહેવા પ્રમાણે, બંન્ને મુંબઇમાં લગ્ન કરશે. દીપિકાએ લગ્ન માટે શોપિંગ શરૂ કરી હોવાની પણ ચર્ચા છે. જોકે બંન્ને એક્ટરોએ લગ્નના રિપોર્ટ્સને અફવા ગણાવી હતી. પરંતુ સતત આવતી રિપોર્ટ્સને લઇને લાગે છે કે બંન્ને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. તાજેતરમાં જ સોનમ કપૂરે પણ કહ્યુ હતું કે, તેમનો પરિવાર બંન્નેના લગ્નની રાહ જોઇ રહ્યો છે.