તનુશ્રી-નાના વિવાદ પર અર્જૂન કપૂર અને પરિણીતિ ચોપડાએ આપ્યું મોટુ નિવેદન, વાંચો શું કહ્યું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિણીતિનું માનવું છે કે, જો આ બધી પીડિત મહિલાઓ આ સમયે વાત નહીં કરે તો તેમનો અવાજ હંમેશા માટે દબાઇ દેવામાં આવશે. તેને કહ્યું કે મારી સાથે ક્યારેય પણ આવુ નથી થયુ અને જો થયુ પણ હોય તો હું ક્યારેય પણ ચુપ ના બેસુ, એટલે હું માનુ છુ કે ચુપ થઇને બેસી રહેવું કોઇ પ્રૉલ્બમનુ સૉલ્યૂશન નથી. પરિણીતિએ એ પણ કહ્યું કે, ખરેખરમાં, હું ત્યાં ન હતી તો પછી હુ કોઇનો પણ પક્ષ કઇ રીત લઇ શકું.
અર્જૂન કપૂરે પરિણીતિનું સમર્થન કરતાં કહ્યું કે, આ ઘટના આત્મ અવલોકનની છે, આપણે સાંભળવું પડશે, સમજવું પડશે. એક માણસ હોવાના નાતે એક પુરુષ હોવાના નાતે આપણે મહિલાઓને સમાનતાનો અધિકાર આપવો પડશે. આપણે તેમને કામ કરવા માટે એક સુરક્ષિત માહોલ આપવો પડશે
તાજેતરમાં આ મામલે ટ્વીટ કરીને પરિણીતિ ચોપડાએ 'નમસ્તે ઇંગ્લેન્ડ'ના એક ગીતના પ્રમૉશન દરમિયાન આ મામલે સવાલ પુછવામાં આવ્યું, તો પરિણીતિએ કહ્યું કે, જો બૉલીવુડમાં કોઇ મહિલા સાથે આવુ બન્યુ હોય તો હું ઇચ્છીશ કે દરેક મહિલાએ આગળ આવવું જોઇએ અને પોતાની વાત બધાની સામે મુકવી જોઇએ.
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા નાના પાટેકર પર લગાવવામાં આવેલા જબરદસ્તી અને યૌન શૌષણના આરોપો પર બૉલીવુડમાં ધમાલ બંધ થવાનુ નામ નથી લેતી. બૉલીવુડ સ્ટાર્સ આ મામલે પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે, તો વળી કેટલાક હાથ ઉંચા કરીને મૌન રહ્યાં છે. હવે આ વિવાદમાં અર્જૂન કપૂર અને પરિણીતિ ચોપડાએ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -