Malaika Arora Wants Baby Girl: બૉલીવુડ અભિનેત્રી મલાઇકા અરોડા પોતાના ડેયરિંગ અંદાજને લઇને હંમેશા મનોરંજન જગતની ચર્ચામાં રહે છે. મલાઇકા અરોડાની પ્રૉફેશનલ અને પર્સનલ લાઇફ કાચની જેમ ફેન્સની સામે રહે છે. અરબાઝ ખાન સાથે તલાક થયા હયો કે પછી અર્જૂન કપૂરને ડેટ કરવાની વાત હોય મલાઇકા દરેક મુદ્દા પર મીડિયામાં બેબાક રીતે આવે છે. હવે ફરી એકવાર મલાઇકાએ ઇચ્છા વ્યક્ત કરી છે, જેના કારણે દરેક જગ્યાએ આ ડીવાની ચર્ચા થઇ રહી છે.  


દીકરીની માં બનવાની ઇચ્છા-
ખરેખર, તાજેતરમાં જ મલાઇકાએ રિયાલિટી શૉ ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’માં પોતાની એક જુની ઇચ્છા પરથી પડદો ઉઠાવ્યો છે. મલાઇકા આ શમાં જજની ભૂમિકા નિભાવતી દેખાઇ રહી છે. શૉના મંચ પર એક્ટ્રેસ ઇચ્છા વ્યક્ત કરી છે તે દીકરીના માં બનવા ઇચ્છે છે. જો આમ કરી શકાશે તો તે એક દીકરીને ખોળે કરી લેવા માંગશે. મલાઇકાએ બતાવ્યુ કે, તે હંમેશાથી એક દીકરીના માં બનવા ઇચ્છે છે. આવામાં મલાઇકા બહુ જલદી દીકરીને એડૉપ્ટ કરી શકે છે. 


મલાઇકા અરોડાની ઉંમર 47 વર્ષ છે અને તે અરબાઝ ખાન સાથે તલાક બાદ ઘણા સમયથી અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. સુપર ડાન્સરના મંચ પર કન્ટેસ્ટન્ટના ડાન્સએ એક્ટ્રેસને એટલી પ્રભાવિત કરી કે તેને બતાવ્યુ કે તે પણ એક દીકરીની ઇચ્છા રાખે છે. મલાઇકાએ કહ્યું કે, તે માં બનવા પર વિચાર કરી રહી છે. એક્ટ્રેસે એ પણ બતાવ્યુ કે તેને એક દીકરીની જરૂર છે, કેમ કે તમામ છોકરા તેની આસપાસ છે. તે એક દીકરાની માં છે, પરંતુ એક દીકરી ઇચ્છે છે, જેની સાથે તે પોતાનો મેકઅપ, જુતા અને કપડાં શેર કરી શકે. 


Photos: મલાઇકાનો સેક્સી અવતારઃ મોડીરાત્રે એક્ટ્રેસ પાર્ટી કરતી દેખાઇ, જુઓ હૉટ-સ્મૉકી લૂક......
આ અગાઉ બૉલીવુડ દિવા મલાઇકા અરોડાની કેટલીક તસવીરો વાયરલ થઇ હતી,  આ તસવીરોમાં મલાઇકા અરોડા એકદમ હૉટ એન્ડ સેક્સી લાગી રહી હતી, આ તસવીરો નાઇટ પાર્ટીની હતી. મલાઇકા અરોડા કરણ જોહર, મનિષ મલ્હોત્રા અને અમૃતા અરોડાની સાથે પાર્ટી કરતી દેખાઇ છે. આ દરમિયાન તે એકદમ હૉટ અવતારમાં દેખાઇ હતી. સોશ્યલ મીડિયા પર આ તસવીરોએ ધમાલ મચાવીને દીધી હતી. 


મલાઇકા અરોડાએ આ દરમિયાન એક મિરર સેલ્ફી શેર કરી હતી, જેમાં તેનો સેક્સી અવતાર જોવા મળી રહ્યો હતો, આ તસવીરમાં તે વર્સાચે બ્રેલેટ, લેધર જેકેટ અને બ્લેક પેન્ટ પહેરીને દેખાઇ રહી હતી. મલાઇકાએ પોતાના ડ્રેસને હાઇ-એન્ડ બેલ્ટ, એક ગૉલ્ડની ઘડિયાળ અને ગળામાં એક 'M' શબ્દનો મસ્ત પેન્ડલ હતુ. 


ખાસ વાત છે કે, કરણ જોહરે પાર્ટીમાં હાજર રહેલી તમામ દિવાઝની એક તસવીર પણ શેર કરી હતી, જેમાં મલાઇકા અરોડા અને અમૃતા અરોડાની સાથે સીમા ખાન અને મહીમ કપૂર પણ દેખાઇ રહી હતી.