મુંબઈ:  બોલીવુડ એક્ટર અર્જુન રામપાલે પોતની આગામી ફિલ્મ ‘ડેડી’ નું મોશન પોસ્ટર લોંચ કર્યું છે. આ ફિલ્મમાં અર્જુન એક નવા લૂકમાં જોવા મળશે. આ ફિલ્મમાં એવા ધણા નામો છે જેમણે અંડરવર્લ્ડની દુનિયામાં ખૂબ નામ કમાણા છે. એક સમયે તેમને પકડવા પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો હતો. સમયની સાથે પોતાની છબી સુધારવામાં કોઈ સફળ થયું હોય તો તે અરૂણ ગવળી છે. આ ફિલ્મની સ્ટોરી અરૂણ ગવળી પર આધારિત છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે અરૂણ ગવળી ગેંગસ્ટરમાંથી પોલિટિક્સમાં આવે છે.

અસીમ આહલૂવીલુયાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં અર્જુન રામપાલ અરૂણ ગવળીના રોલમાં જોવા મળશે. મોશન પોસ્ટરમાં અર્જુન એકદમ ગવળી જેવો લાગી રહ્યો છે. જો તમે ફિલ્મના ટાઈટલને લઈને મુઝવણમાં હોય તો જણાવીએ કે અરૂણ ગવળીના જાણીતા પ્રેમથી તેને ડેડી કહીને બોલાવતા હતા. ફિલ્મનું પોસ્ટર અર્જુન રામપાલે ટ્વીટર પર શેર કર્યું હતું.