મુંબઇઃ બૉલીવુડ અભિનેતા અર્જૂન રામપાલ હાલમાં ફિલ્મી દુનિયાથી દુર છે, પણ તેની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં આવતા તે ફરી ચર્ચામાં આવ્યો છે. અર્જૂન રામપાલ પોતાની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ અને દીકરી માહિકા રામપાલને મુંબઇમાં એકસાથે લંચ માટે લઇને નીકળ્યો હતો. આની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.

46 વર્ષીય એક્ટર અર્જૂન રામપાલની કેટલીક તસવીરો પૈપરાજીએ કેમેરામાં કેપ્ચર કરી લીધી છે. અર્જૂનની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ 32 વર્ષની છે, જ્યારે તેની દીકરી માહિકા રામપાલ 17 વર્ષની છે. અર્જૂન રામપાલને બે દીકરીઓ છે, માહિકા અને માયરા.



ખાસ વાત તો એ છે કે અર્જૂન રામપાલ અમૂક સમયે જ પોતાની દીકરીઓની સાથે દેખાય છે. હાલમાં લંચ કરવા માટે અર્જૂનની સાથે ગર્લફ્રેન્ડ અને દીકરીની કેમેસ્ટ્રી જબરદસ્ત દેખાઇ રહી છે.



લંચ કરવા નીકળ્યા તે દરમિયાન ગેબ્રિએલા ડેમેટ્રિએટ્સે સફેદ અને કાળા રંગનો ડ્રેસ પહેર્યો છે, વળી અર્જૂનની દીકરી માહિકા રામપાલ શોર્ટ ડ્રેસમાં દેખાઇ રહી છે.



ઉલ્લેખનીય છે કે અર્જૂન રામપાલ ત્રીજીવાર પિતા બન્યો છે, તાજેતરમાંજ ગ્રેબિએલાએ એક બાળકને જન્મ આપ્યો છે.