વરસાદના કારણે સુરતની સિવિલ હોસ્પિટલ, મજૂરા ગેટ, ઉદ્યોગ નગર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગણેશ વિસર્જન પહેલા સુરતમાં વરસાદથી ભક્તોમાં પણ આનંદ છવાઈ ગયો છે. આ ઉપરાંત સુરત જિલ્લાના બારડોલી, મહુવામાં પણ સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદથી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે.
વરસાદના કારણે નોકરી, ધંધા પર જતા લોકોને મુશ્કેલી પડી રહી છે. નવસારી શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરના મંકડિયા, સ્ટેશન રોડ, જુના થાણા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. નવસારીમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં જલાલપોરમાં 17 મિમી, ગણદેવીમાં 01 મિમી, નવસારીમાં 16 મિમી વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં આગામી 24 કલાકમાં કઈ કઈ જગ્યાએ પડશે ભારે વરસાદ, જાણો વિગત
હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ તારીખથી ચોમાસુ ગુજરાતમાંથી લેશે વિદાય, જાણો વિગતે