આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર લીડ રોલમાં છે. ગયા મહિને ભોપાલમાં આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં માહી ગીલ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. મેકર્સે ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટના નામ જાહેર કર્યાં છે. ફિલ્મમાં અરશદ વારસી તથા કરણ કાપડિયા જોવા મળશે.
અરશદ વારસી ફિલ્મમાં નેગેટિવ રોલ પ્લે કરશે જ્યારે કરણ પોઝિટિવ રોલમાં જોવા મળશે. જો આ ફિલ્મની સ્ટોરી ઓરિજિનલ ફિલ્મ પ્રમાણે જ હશે તો અરશદ વારસી એક્ટર જયરામનો રોલ પ્લે કરશે. 'ભાગમતી' માં જયરામ એક ચાલાક રાજકારણી હોય છે. કરન કાપડિયા એક્ટર ઉન્ની મુકુંદનનો રોલ પ્લે કરતો જોવા મળશે.