સંજય ગુપ્તાએ ટ્વિટર પર ઈમરાન હાશમીની તસવીર શેર કરી અને લખ્યું મુંબઈ સાગાની ટીમનો દરેક વ્યક્તિ એ વાતને લઈને વિચારી રહ્યા હતા કે ઈમરાન હાશમી પોલીસની ભૂમિકા કઈ રીતે નિભાવશે. પરંતુ તમે પોતે જોઈ લો કઈ સ્ટાઈલ સાથે તેણે આ ભૂમિકાને નિભાવી છે.
મુંબઈ સાગા એક ગેંગસ્ટર ફિલ્મ છે. 1980 અને 1990ના સમય પર બનેલી આ ફિલ્મમાં ઘણા સીન્સ સાચી ઘટનાઓ પર આધારિત હશે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં ઈમરાન હાશમી,જોન, સુનીલ શેટ્ટી,પ્રતિક બબ્બર, જૈકી શ્રોફ, મહેશ માંજરેકર અને કાજલ અગ્રવાલ જેવા સ્ટાર્સ જોવા મળશે. સંજય ગુપ્તાએ આ પહેલા મુસાફિર, શૂટ આઉટ એટ લોખંડવાલા અને શૂટ આઉટ એટ વડાલા જેવી ગેંગસ્ટર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.