Aryan Khan Bail : આર્યન, અરબાઝ અને મુનમુનને ડ્રગ્સ કેસમાં બૉમ્બે હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, જાણો વિગતે
ડ્રગ્સ કેસમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી સુનાવણીમાં આખરે બૉમ્બે હાઇકોર્ટમાંથી આરોપીઓને જામીન મળી ગયા છે.
અનિલ સિંહે સુનાવણી દરમિયાન બૉમ્બે હાઇકોર્ટમાં કહ્યું કે, અરબાઝ આર્યનનો બાળપણનો મિત્ર છે, ભલે તમે ડ્રગ્સ ના મળ્યુ, પરંતુ તમે કાવતરાનો ભાગ છો, તો તમે કાયદાની એક જ કલમ અંતર્ગત દંડનીય થશો.
અનિલ સિંહે સુનાવણી દરમિયાન બૉમ્બે હાઇકોર્ટમાં કહ્યું કે, અરબાઝ આર્યનનો બાળપણનો મિત્ર છે, ભલે તમે ડ્રગ્સ ના મળ્યુ, પરંતુ તમે કાવતરાનો ભાગ છો, તો તમે કાયદાની એક જ કલમ અંતર્ગત દંડનીય થશો.
ખાસ વાત છે કે, એનડીપીએસ કેસોની સ્પેશ્યલ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ગયા અઠવાડિયે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાએ બૉમ્બે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હવે આરોપીઓના પરિવારને આશા છે કે બૉમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળી જશે.
ડ્રગ્સ કેસમાં આર્યનને જામીન અપાવવા માટે વકીલો મથામણ કરી રહ્યાં છે, આર્યન અંગે મંગળવારે તેમના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યું હતુ કે આર્યનની પાસેથી ડ્રગ્સ નથી મળ્યો, તે કોઇ અન્યના બોલાવવાથી ક્રૂઝ પર ગયો હતો.
કોર્ટમાં આર્યનના વકીલ મુકુલ રોહતગી પણ હાજર છે, આ પહેલા મંગળવાર અને બુધવારે જસ્ટિસ એન ડબલ્યૂ સામ્બરેની કોર્ટમાં આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાના વકીલોએ પક્ષ રાખ્યો છે, અને ડ્રગ્સ લેવાના આરોપોને ફગાવી દીધા છે.
ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર બૉમ્બે હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઇ ચૂકી છે. આજે એન્ટી ડ્રગ્સ એજન્સી - એનસીબીના પક્ષમાં એએસજી (એડિશનલ સૉલિસિટર જનરલ) અનિલ સિંહ પક્ષ રાખી રહ્યાં છે. તેમને કોર્ટમાં કહ્યું કે આરોપી નંબર એક આર્યન ખાન બે વર્ષથી ડ્રગ્સનુ સેવન કરી રહ્યો છે, આર્યને પહેલીવાર ડ્રગ્સ નથી લીધુ, તે કાવતરામાં સામેલ છે.
આર્યન ખાનની જામીન અરજી માટે ફરી એકવાર આજે સુનાવણી શરૂ થઇ ચૂકી છે. ગઇકાલે લાંબી ચર્ચાઓ અને દલીલો બાદ પણ જામીન ન હતી મળી શક્યા, અને કોર્ટની કાર્યવાહીને મોકૂફ રાખવામાં આવી હતી. ગઇકાલે બૉમ્બે હાઇકોર્ટમાં બન્ને પક્ષોએ જોરદાર દલીલો રજૂ કરી હતી, પરંતુ આર્યનને જામીન ન હતી મળી શક્યા.
બ્રેકગ્રાઉન્ડ
ડ્રગ્સ કેસમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી સુનાવણીમાં આખરે બૉમ્બે હાઇકોર્ટમાંથી આરોપીઓને જામીન મળી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -