જેલમાં સલમાન ખાનથી નારાજ છે આસારામ, જાણો શું છે કારણ

સલમાનને 20 વર્ષ જૂના કેસમાં કાળિયારના શિકારમાં જોધપુર કોર્ટે 5 વર્ષની જેલની સજા સંભળાવી છે. આજે (શનિવાર) આ માલે સલમાનને જામીન મળશે કે નહીં તેનો નિર્ણય થશે.
જેલનો સ્ટાફ સતત સલમાન ખાનને મળતો રહે છે. ત્યાં સુધી કે જેલ પ્રશાસને પોતાના સંબંધી, બાળકો અને અનેક પરિચિતોની પણ સલમાન સાથે મુલાકાત કરાવી છે. મુલાકાત દરમિયાન સલમાન લોકોને ઓટોગ્રાફ પણ આપે છે.
સૂત્રો અનુસાર ભાઈજનાના ફેન ફોલોગિંગ જેનલી અંદર પણ ઘણાં બધા છે. સ્થિતિ એવી છે કે જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ સલમાન જેલ કર્મચારીઓ અને તેના પરિવારજનોને ઓટોગ્રાફ આપી રહ્યા છે. તેની સાથે સેલ્ફી પણ ક્લિક કરી રહ્યા છે.
જણાવીએ કે, સલમાન ખાનની જામીન મુદ્દે કોર્ટમાં સુનાવણી પૂરી થઈ ગઈ છે. જોધપુર સેશન કોર્ટના જજ રવીન્દ્ર જોશી લંચ બાદ નિર્ણય જણાવશે. બપોરે 3 કલાકે નિર્ણય આવી શકે છે.
મીડિયા અહેવાલ અનુસાર, આસારામ બાપૂ સલમાન ખાનથી નારાજ થઈ ગયા. તેણે જેલ કર્મચારીઓને કહ્યું, સલમાન ખાન સેલિબ્રિટી છે તો તેને મળવા બધા આવીરહ્યા છે. મને મળવા તો કોઈ નથી આવતું.
નવી દિલ્હીઃ કાળિયારના શિકાર કેસમાં સલમાન ખાન બે દિવથી જેલમાં છે. જ્યાં તેને મળવા અને ઓટોગ્રાફ લેવા માટે ભીડ લાગી છે. ડ્યૂટી પર હાજર પોલીસ અધિકારી પણ તેને મળવા પહોંચ્યા હતા. પરંતુ આસારામ બાપૂને આ ન ગમ્યું અને તે આ વાતથી ગુસ્સે થઈ ગયા.