આજે સલમાનના જામીન નામંજૂર થાય તો તેની પાસે બચશે આ વિકલ્પ
શુક્રવારના રોજ જામીન અરજી પર સુનવણી પહેલાં માનવામાં આવી રહ્યું હતું કે સલમાનને જામીન મળવામાં કોઇ મુશ્કેલી પડશે નહીં. તેના પ્રાથમિક કારણોમાં સૌથી અગત્યનું કારણ એ મનાઇ રહ્યું હતું કે બે દાયકાથી ચાલી રહેલા આ કેસમાં સલમાનને ટ્રાયલ દરમ્યાન જ્યારે પણ સમન્સ પાઠવ્યા ત્યારે તે હાજર રહ્યો. એવામાં માનવામાં આવે છે કે કાયદાકીય પ્રક્રિયામાં સહયોગ આપવાના આધારે તેને સરળતાથી જામીન મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજીબાજુ સરકારી વકીલ પોકર રામ બિશ્નોઇનું કહેવું છે કે સલમાનની વિરૂદ્ધ મજબૂત સાક્ષી છે અને તેને આ રીતે જામીન પર છોડવો જોઇએ નહીં. આ પહેલા શુક્રવારે તેની જામીન અરજી ટાળવામાં આવી હતી જેમાં ટાળવામાં વિરોધી પક્ષના વકીલોની સીજેએમ કોર્ટમાંથી રેકોર્ડ મંગાવાની દલીલે અગત્યનો રોલ ભજવ્યો.
સલમાનના વકીલ મહેશ બોરાએ કહ્યું કે અમને આશા છે કે સલમાનને સેશન્સ કોર્ટમાંથી જ રાહત મળી જશે. એવું હું એટલા માટે કહી રહ્યો છું કે માત્ર એક સાક્ષીના આધાર પર જે રીતે સલમાનને દોષિત ગણાવામાં આવ્યો છે તેમાં કેટલીય ખામીઓ છે અને એવામાં અમને આશા છે કે અમને સેશન્સ કોર્ટમાંથી જામીન મળી જશે.
વકીલ મહેશ બોરાના મતે જો શનિવારના રોજ સેશન્સ કોર્ટમાંથી જામીન અરજી રદ થાય છે તો સલમાન સોમવારના રોજ હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે. આપને જણાવી દઇએ કે 1998મા બે કાળિયારના શિકારના મામલામાં જોધપુરની એક કોર્ટે ગુરૂવારના રોજ સલમાન ખાનને પાંચ વર્ષની સજા અને 10000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ત્યારથી સલમાન જેલમાં બંધ છે.
જોકે સલમાનના વકીલને આશા છે કે આજે તેને રાહત મળી જશે. સલમાન ખાનના વકીલ મહેશ બોરાએ કહ્યું કે, તે આજે જ જજ સાહેબ નિર્ણય સંભળાવશે.
જોધપુરઃ કાળિયારના શિકાર મામલે સલમાન ખાને જામીન મળશે કે નહીં તેનો નિર્ણય બપોરે 2 કલાકે આવવાની શક્યતા છે. પરંતુ સલમાન ખાનને આજે જામીન ન મળે તો તેની પાસે ક્યો વિકલ્પ રહેશે, તેના પર પણ સલમાનના વકીલ વિચાર કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -