વલસાડ: ગુણોત્સવમાં CM રૂપાણીએ આપી હાજરી, કહ્યું- આજના સમયમાં ડિજિટલ શિક્ષણ જરૂરી
રૂપાણીએ કહ્યું કે તેઓ બ્રાહ્ય દેખાવથી મૂલ્યાંકન કરવા નથી માંગતા. તેમણે જાતે OMR ખોલી તપાસ કરી હતી. શાળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શિક્ષક વિદ્યાદાન આપે છે જેથી તેની જવાબદારી પણ મોટી છે. અગાઉના સમયમાં શાળાના ઓરડા નહોતા, શિક્ષકો નહોતા, જ્યારે આજે પરિસ્થિતિ જુદી છે. આજે શિક્ષકોને સાતમા પગાર પંચ પ્રમાણે પગાર મળે છે જેથી શિક્ષકોની ફરજ છે કે તેઓ બાળકોના વિકાસમાં પૂરતા પ્રયાસ કરે. સરકારે બજેટમાં 25 હજાર કરોડથી વધુની ફાળવણી કરી છે. અને અગાઉના સમયમાં પાંચ શાળા ગુણોત્સવમાં જોડાઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડ: ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વલસાડના ચીખલા ગામની પ્રાથમિક શાળામાં ગુણોત્સવમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષણ કાર્ય સબંધિત કેટલીક સુચનાઓ આપી હતી. સ્પષ્ટ પણે જે યોગ્ય નહોતું એની નોંધ લીધી અને કડક શબ્દો માં સુધારા માટે સૂચનો કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -