નવી દિલ્હીઃ હાલમાં જ 49 જાણીતી હસ્તિઓએ પીએમ મોદીને લખેલ પત્રમાં મોબ લિંચિંગની ઘટનાઓની વાત કરી હતી. આ ઓપન લેટરમાં લખ્યું હતું કે, ‘જય શ્રી રામ’એક ભડકાઉટ યુદ્ધ ઉદ્ધોષ બની ગયું છે. આ લેટરમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ જી તમે સંસદમાં આ પ્રકારની લિંચિંગની ટીકા કરી પરંતુ આ પુરતું નથી. તેના જવાબમાં જાણીતા ગાયક આશા ભોસલેએ મજાકિયા અંદાજમાં ટ્વિટ કર્યું છે. તેમણે પોતાના જૂના ગીત ‘હરે કૃષ્ણા હરે રામ’ને લઈને ટ્વીટ કર્યું છે.


આશા ભોસલેએ એક ટ્વીટ કર્યું કે, ‘દમ મારો દમ, બોલો સુબહ શામ, હરે ક્રિષ્ના હરે રામ. શું હું આ એવરગ્રીન પર્ફોર્મ કરી શકું કે નહીં?’તેમના આ ટ્વીટ પર યુઝર્સે અલગ-અલગ પ્રતિભાવ આપ્યા. અમુક લોકે આશા ભોસલેને નિષ્પક્ષ ન હોવાને લઈને અને મોદી સરકારનો પક્ષ લેવા જેવી વાતો લખીને ટ્રોલ કર્યા.



આ મામલે એક ચેનલે સવાલ ઉઠાવ્યો તો આશા ભોંસલેએ કહ્યું કે, મેં માત્ર મજાક કરી હતી. જે આજના સમયમાં ચાલી રહ્યું છે તેનાં માટે મારાં આ વિચાર હતાં. આનો બીજો કોઈ અર્થ નથી. હું આ બાબતે વધુ કંઈ નહીં કહી શકું.