Asian Games: 9 ગૉલ્ડ માટે ટક્કર, સિંધુ-સાઇના ફાઇનલમાં ટકરાઇ શકે છે, આજે 44 ગૉલ્ડ દાવ પર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએશિયન ગેમ્સમાં ગુરુવારે બેડમિન્ટનની મહિલા વ્યક્તિગત સ્પર્ધા શરૂ થશે, આમા સાઇના નેહવાલ અને પીવી સિંધુને સિંગલ્સના ડ્રૉના અલગ અલગ ભાગોમાં જગ્યા આપવામાં આવી છે અને બન્ને વચ્ચે ટક્કર ફાઇનલ મેચમાં થઇ શકે છે. કૉમનવેલ્થ ગેમ્સ 2018માં સાઇના અને સિંધુની વચ્ચે ફાઇનલમાં ટક્કર થઇ હતી જેમાં સાઇનાએ બાજી મારી હતી.
ખાસ વાત છે કે, બેડમિન્ટનમાં સ્ટાર મહિલા ખેલાડી સાઇના નેહવાલ ઈરાનની સોરાયા અને પીવી સિંધુ વિયેતનામની વૂ થાઈ સામે મેદાને પડશે. નૌકાયન સ્પર્ધામાં ભારતની ટીમ રેપચેઝ રાઉન્ડમાં બુધવારે શાનદાર પ્રદર્શન કરીને ત્રણ સ્પર્ધાના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. ગોલ્ડ મેડલ માટે તમામ સ્પર્ધાઓ આજે જ થશે.
નવી દિલ્હીઃ 18મી એશિયન ગેમ્સનો આજે 5મો દિવસ છે અને આજે 44 ગૉલ્ડ મેડલ દાવ પર લાગ્યા છે, આ મેડલ માટે ભારતીય ટીમ 9 રમતોમાં પોતાનું કૌતુક દાખવશે, જેમાં 10 ગૉલ્ડ મેડલ માટેની ટક્કર થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -