Samsung Galaxy Note 9 ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ
સેમસંગ મોબાઈલ સ્ટોરમાંથી એચડીએફસી બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 6000 રૂપિયાનું કેશબેક મળશે. સાથે જ એચડીએફસી બેંક નો કોસ્ટ ઈએમાઈનો વિકલ્પ પણ આપી રહી છે. ઉપરાંત અન્ય નો કોસ્ટ ઈએમઆઈ ઓપ્શન પણ ઉપલબ્ધ છે. સાથે જ એમેઝોન અને ફ્લિપકાર્ટમાંથી ફોન પર ઓફર મળી રહી છે. પેટીએમ મોલ દ્વારા ખરીદી કરવા પર 6000 રૂપિયાનું પેટીએમ કેશબેક મળી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફોનમાં વધુ સારી એસ પેન મળશે. એસ પેનથી તમે તસવીર પણ ક્લિક કરી શકશો. તેનો ઉપયોગ રિમોટ કન્ટ્રોલની જેમ કરી શકશો. તેની મદદથી તમે યૂ ટ્યૂબ વીડિયો પ્લે અને પોઝ કરી શકશો. સાથે જ સ્નેપચેટ અને સ્નૈપ્સ કેપ્ચર પણ કરી શકસો. સેલ્ફી પણ લઈ શકશો. એસ પેન નોટ 9માં લગાવવા માટે એક મિનિટની અંદર ચાર્જ થઈ જાય છે. જો તેની બેટરી ખતમ પણ થઈ જાય તો તે stylus તરીકે કામ કરતી રહે છે.
આ ફોનમાં બ્રાન્ડ ન્યૂ ઇન્ટેલીજન્ટ કેમેરા છે. ફોનમાં રિયરમાં 12 મેગાપિક્સલના બે કેમેરા છે. જ્યારે સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ શૂટર કેમેરા છે. આ ફોનમાં વોટર કાર્બન કુલિંગ સિસ્ટમ હશે. ભારતમાં આ ફોનમમાં 10nm Exynos 9810 octa-core SoCથી સજ્જ હશે. જો કનેક્ટિવીટીની વાત કરીએ તો, તે ડ્યૂઅલ બેન્ડ વાઈ-ફાઈ, જીપીએસ અને ઓનલાઈન પેમેન્ટ્સ માટે એફએસીને સપોર્ટ કરે છે.
સેમસંગ ગેલેક્સી નોટ 9માં 6.4 ઇંચની ડિસ્પ્લે હશે. 128 જીબીવાળા ફોનની કિંમત 67,900 રૂપિયા હશે. જ્યારે 512 જીબીવાળા ફોનની કિંમત 84,900 રૂપિયા હશે. આ ફોન ઓસિયન બ્લૂ, મેટાલિક કોપર અને મિડલાઈનટ બ્લેક એમ ત્રણ કલરમાં આવશે. કંપનીનું કહેવું છે આ ફોન ચાર્જ કરવા પર આખો દિવસ બેટરી ચાલશે. આ ફોન વાયરેલસ ચાર્જિગંને સપોર્ટ કરશે. ફોનમાં 4000 એમએએચની બેટરી હશે. આ ફોન 1.2 જીબીપીએસ સુધીની ડાઉનલોડ સ્પીડને સપોર્ટ કરે છે.
નવી દિલ્હીઃ સેમસંગે આખરે બુધવારે ગુરુગ્રામમાં આયોજિત એક ઈવેન્ટમાં પોતાનો નવો ફ્લેગશિપ ફેબલેટ સેમસંગ ગેલેક્સી નોટ 9 લોન્ચ કર્યો છે. આ ફોન આ મહિને જ 9 ઓગસ્ટના રોજ ન્યૂયોર્કમાં આયોજિત એક ગ્લોબલ ઈવેન્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગેલેક્સી નોટ 9 માટે સેમસંગે દેશમાં પહેલેથી જ પ્રી બુકિંગ શરૂ કરી દીધી હતું. ફોનની ખાસિયતની વાત કરીએ તો તેમાં પહેલીથી વધારે સારી એસ પેન છે. ફોન આઈપી-68 રેટિંગની સાથે આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -