Rajesh Khanna Last Time: સુપરસ્ટાર રાજેશ ખન્ના તેમની પ્રોફેશન લાઇફને લઇને જેટલા લાઇમલાઇટમાં રહેતા હતા. તેટલા જ તેઓ તેમની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતા હતા.  રાજેશ ખન્નાનું જોરદાર ફેન ફોલોઇંગ હતું. ખાસ કરીને ફિમેલ ફેન તેમની દિવાની હતી. તે સમયે એકાદ  મહિલા ફેનએ તો  તેમને બ્લડથી લેટર લખ્યો હોવાની વાત પણ સામે આવી હતી. 2012માં રાજેશ ખન્ના આ દુનિયાને અલવિદા કહી દીધું. રાજેશ ખન્નાનો નજીકના મિત્ર ભૂપેશ રસીને તેમના આખરી દિવસો વિષે વાત કરી હતી.


છેલ્લી ક્ષણોમાં સાથે કઇ મહિલા હતી?


ઝૂમ એન્ટરટેઈનમેન્ટ સાથે વાત કરતી વખતે તેણે કહ્યું હતું- 'તે દિવસ મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ હતો. મને યાદ છે કે હું અને અક્ષય કુમાર તેના પગ પાસે હતા અને તેમના પલ્સ ધીમા થઇ રહ્યાં હતા.ટ્વિંકલ અને રિંકી તેની બીજી બાજુ હતા. ડિમ્પલ તેની દીકરીઓ પાસે ઉભી હતી. તે દિવસે અંજુ મહેન્દ્રુ પણ ઘરમાં હતી, તે રૂમના દરવાજા પાસે હતી.


અંજુ દવાઓનું ધ્યાન રાખતી હતી


ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા મહેશ ભટ્ટે કહ્યું હતું કે, 'જ્યારે મને રાજેશના નિધનની ખબર પડી ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં અંજુ વિશે વિચાર્યું કારણ કે મને ખબર હતી કે તે રાજેશના અવસાનથી દુઃખી થશે. મેં કોઈક રીતે અડધી રાત્રે અંજુ સાથે વાત કરી અને મને ખબર પડી કે રાજેશ અને અંજુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાથે હતાં. તે પોતે જ  રાજેશની દવાનું ધ્યાન રાખતી હતી અને તેમને સાથે  હોસ્પિટલ પણ જતી હતી.  રાજેશે અંતિમ શ્વાસ લીધા ત્યારે અંજુએ જ તેમનો હાથ પકડેલો હતો.


તમને જણાવી દઈએ કે, અંજુ રાજેશ ખન્નાની એક્સ ગર્લફ્રેન્ડ હતી. રિપોર્ટ્સ અનુસાર તેમનો સંબંધ 7 વર્ષ સુધી ચાલ્યો. કહેવાય છે કે રાજેશ અને અંજુ લિવ-ઈન રિલેશનશિપમાં હતા. પરંતુ પછી બંને અલગ થઈ ગયા કારણ કે રાજેશ ઈચ્છતો ન હતો કે, અંજુ ફિલ્મોમાં કામ ન કરે. બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. પણ છેલ્લી ઘડીએ અંજુ તેની સાથે હતી.


 


અંજુથી અલગ થયા બાદ રાજેશે ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા. કહેવાય છે કે રાજેશ અંજુના ઘરની પાસેથી જાન લઇને ગયો હતો.