નવી દિલ્હીઃ લોકપ્રિય પાકિસ્તાની ગાયક આતિફ અસલમનો 15 ઓક્ટોબરના રોજ હરિયાણાના ગુડગાંમાં થનારો કોન્સર્ટ ઉરી હુમલાને ધ્યાનમાં રાખતા રદ્દ કર્યો છે. જિલ્લા પ્રશાશને કોન્સર્ટની ટીમ કોન્સેપ્ટ એન્ટરટેનમેન્ટને કાર્યક્રમને ટાળવની સલાહ આપી હતી જ્યારે આયોજકોએ કહ્યું કે, ઉરી હુમલાબાદ અમે પહેલા જ સંગીત કાર્યક્રમને અનિશ્ચિત મુદ્દત માટે ટાળવાનો નિર્ણય કર્યો હતો. ગુડગાંવના નાયબ કમિશ્નર ટીએલ સત્યપ્રકાશે એક નિવેદનમાં કહ્યું કે, સશસ્ત્ર બળ અને સરહદ પર તૈનાત સૈનિકોની ભાવનાઓ રવિચાર કરતા જિલ્લા પ્રશાસને આયોજકોને આતિફ અસલમનો કાર્યક્રમ ટાળવાની સલાહ આપી છે. આ નિવેદન અખિલ ભારત હિંદુ ક્રાંતિ દળના ગુડગાંવ જિલ્લા પ્રશાસને શહેરમાં કોન્સર્ટની મંજૂરી ન આપવાની સલાહ બાદ આવ્યો છે.
એબીએચકેડીએ બુધવારે સત્યપ્રકાશને એક અરજી આપને ગુડગાંવમાં કોઈપણ અપ્રિય ઘટનાથી ન થાય તે માટે 15 ઓક્ટોબરના રોજ થનારા આતિફ અસલમના કોન્સર્ટને મંજૂરી પરત લેવાની માગ કરી હતી.