નવી દિલ્હીઃ એવેન્જર્સ એંડગમનો ક્રેઝ સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. આ માર્વલ સિનેમેટિક સ્ટૂડિયોની 22મી ફિલ્મ છે અને ભારતમાં 26 એપ્રિલના રોજ રિલીઝ થઈ છે. ભારતમાં પણ આ ફિલ્મનો ક્રેઝ કેટલો છે એ તેના પર થી જ ખબર પડે ફિલ્મે પ્રથમ દિવસે 52 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ ફિલ્મને ક્રિટિક અને ફેન્સ તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. પ્રથમ દિવસે બોક્સ ઓફિસ કલેક્શનના માટે આ બીજી નંબરની ફિલ્મ બની ગઈ છે. આ લિસ્ટમાં પ્રથમ નંબરે હજુ પણ બાહુબલી 2 છે. બાહુબલી-2એ પ્રથમ દિવસે જ 122 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.



આ પહેલા એવેન્જર્સની સીરીઝની ફિલ્મ એવેન્જર્સ ઇન્ફિનીટીએ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે રિલીઝ પહેલા જ અનેક રેકોર્ડ તોડ્યા છે. એડવાન્સ બુકિંગના મામલે તેણે બધી ફિલ્મોને પાછળ છોડી દીધી છે અને રિલીઝ પહેલા જ 10 લાખથી વધારે ટિકિટ બુક થઈ હતી. ઉપરાંત આ ફિલ્મની સૌથી મોંઘી ટિકિટ 2 હજાર રૂપિયાથી વધારેમાં વેચાઈ છે.