નવી દિલ્હીઃ માર્વેલ સીરીઝની વધુ એક ફિલ્મ એવેન્જર્સ એંડગેમનો ક્રેઝ ફેન્સમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 26 એપ્રિલને થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું રેકોર્ડબ્રેક એડવાન્સ બુકિંગ થયું છે. સુપરસીરીઝની આ ફિલ્મ માટે ભારતમાં જ એક દિવસમાં 10 લાખ ટિકિટનું એડવાન્સ બુકિંગ થયું છે જેણે અનેક રેકોર્ડ તોડ્યા છે.

ફિલ્મનું સતત એડવાન્સ બૂકિંગ જોઈને, એવું લાગે છે કે ભારતભરમાં થિયેટર્સ ઓછા પડી જશે પરંતુ પ્રેક્ષકો ઓછા નહીં પડે. દર્શકોની આ માંગને ધ્યાનમાં રાખીને દેશભરમાં 24 કલાક મલ્ટિપ્લેક્સ ખોલવા માટે પરવાનગી આપવામાં આવી છે. એટલે કે હવે એન્ડગેમના વધુ શો જોવા મળશે અને ટિકિટ પણ વધશે.



આ ફિલ્મ 26 મી એપ્રિલના રોજ ભારતમાં રિલીઝ થઇ રહી છે, પરંતુ એડવાન્સ બૂકિંગ 2-3 અઠવાડિયા પહેલા જ શરૂ થઈ ગયું હતું. મોંઘી ટિકિટ હોવા છતા પણ વેચાઇ ગઇ હતી.

દર્શકોને જોતાં દેશમાં કેટલાક મોટા મલ્ટિપ્લેક્સમાં મોડી રાત સુધી શો બતાવવા માટે પરવાનગી માંગી હતી. તાજેતરમાં તેને 24 કલાકના શો માટે લીલી ઝંડી મળી છે, એટલે કે દર્શકો ફક્ત રાત્રે જ નહીં રાત્રે 12 વાગ્યા પછી પણ શો જોઇ શકશે. અત્યાર સુધી આવી પ્રક્રિયા ફક્ત વિદેશી દેશોમાં જ જોવા મળતી હતી.



માહિતી અનુસાર ભારતમાં એવેન્જર્સ એન્ડગેમે 2000 અને 2500ની વચ્ચે સ્ક્રીન મળશે, પરંતુ હવે શોની સંખ્યા વધશે અને ટિકિટોમાં પણ વધારો થશે. એવેન્જર્સ એન્ડગેમ હિન્દી, તમિલ અને તેલુગુમાં અને અંગ્રેજીમાં રજૂ કરવામાં આવશે.