ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને શેર કરીને લખ્યું કે, ફિલ્મ બે દિવસમાં 100 કરોડને પાર કરી ગઇ છે. ફિલ્મે શુક્રવારે 53.10 કરોડ, શનિવારે 51.40 કરોડ રૂપિયાની કમાણી કરીને બે દિવસમાં 104.50 કરોડ રૂપિયાનું કલેક્શન નોંધાવ્યું છે. ફિલ્મનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન 124.40 કરોડ છે. એક હોલીવુડ ફિલ્મ માટે આ શાનદાર આંકડા છે.
તરણ આદર્શે લખ્યું કે, પ્રથમ વીકેન્ડમાં જ 150 કરોડની કમાણી નક્કી છે. અત્યાર સુધી આ રેકોર્ડ કોઇ પણ હિન્દી ફિલ્મે બનાવ્યો નથી. બે વર્ષ પહેલા આ ક્રેઝ બાહુબલી ફિલ્મ માટે જોવા મળ્યો હતો. પરંતુ એવેન્જર્સે નવો રેકોર્ડ બનાવી દીધો છે.