આ ફિલ્મે એક જ દિવસમાં કરી 1186 કરોડ રૂપિયાની કમાણી, આજે ભારતમાં થશે રિલીઝ
abpasmita.in | 26 Apr 2019 12:49 PM (IST)
ભારતમાં પણ ફિલ્મનાં તમામ શો એડવાન્સ બૂક થઈ ગયા છે. ફિલ્મની ડિમાન્ડ એટલી છે કે થિએટર 24 કલાક ખુલ્લા રાખવામાં આવશે.
મુંબઈઃ ભારતમાં આજે રિલીઝ થઈ રહેલ ફિલ્મ એવેન્જર્સ એંડગેમને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મે ચીનમાં પોતીના રિલીઝના પ્રથમ દિવસે જ 77 મિલિયન ડોલર એટલે કે 545 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી લીધી છે. જ્યારે સમગ્ર વિશ્વમાં આ ફિલ્મે એક જ દિવસમાં કમાણીનાં બધા જ રેકોર્ડ તોડી નાખીને 1186 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. ભારતમાં પણ ફિલ્મનાં તમામ શો એડવાન્સ બૂક થઈ ગયા છે. ફિલ્મની ડિમાન્ડ એટલી છે કે થિએટર 24 કલાક ખુલ્લા રાખવામાં આવશે. રાત્રે દોઢ વાગ્યે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાનાં શોનાં ટાઇમિંગ પણ રાખવામાં આવ્યા છે જે પણ હાઉસફૂલ જઇ રહ્યાં છે. એવેન્જર્સ એન્ડગેમની ટિકિટના ભાવ 800થી 2400 રૂપિયા છે. ફિલ્મ અંગે લોકોમાં એટલો બધો ક્રેઝ છે કે, ભારતમાં પ્રથમ દિવસે 45થી 50 કરોડની કમાણી કરે તેવી શક્યતા છે. નિષ્ણાંતો અનુસાર, ભારતમાં રિલીઝ કોઈપણ ફિલ્મની આટલી મોંઘી ટિકિટ રાખવામાં નથી આવી.