મુઈ ફેન્સને એવો મેસેજ આપવા નથી માગતો કે, તેણે જીવવાનું છોડી દીધું છે. મુઈએ આ બીમારી વિશે ટ્વીટર પણ જણાવ્યા બાદ ઘણા લોકોએ મદદ માટે આગળ આવ્યા છે. જાણીને આશ્ચર્ય થશે પણ તેના પર ત્રણ હજાર પાઉન્ડથી વધુની રકમ દાન રૂપે આપવામાં આવી છે. તેણે એમ પણ કહ્યું કે, ‘હું કોઈના કામ આવી શકું તો જણાવો.’
જણાવી દઈએ કે, મુઈને બ્રિટનના ક્વિઝ શૉ ‘એગહેડ્સ’થી લોકપ્રિયતા મળી હતી. તે ‘ફિફ્ટીન ટૂ વન’ અને ‘કાઉન્ટ ડાઉન’ જેવા શોનો પણ હિસ્સો રહી ચૂક્યો છે. તેણે 2010માં વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને ચેલેજ કરી હતી જેમાં તેણે તમામ રાઉન્ડ જીત મેળવી હતી. સીજે મુઈ 1990થી 2009 સુધી ચેસ ક્લબ પ્લેયર પણ રહી ચૂક્યો છે.