Avneet Kaur: એક બાળ કલાકાર તરીકે એક્ટિંગની શરૂઆત કરનારી એક્ટ્રેસ અવનીત કૌર હવે મોટી થઇ ગઇ છે, અને તેના ચાહલોની લાંબી લાઇન લાગી ગઇ છે. ખરેખરમાં, અવનીત કૌર (Avneet Kaur) હાલમાં તેના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
યુવા એક્ટ્રેસ અવનીત કૌરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પછી એક કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાની કર્વી ફિગર ફ્લૉન્ટ કરી રહી છે. આમાં એક્ટ્રેસે વ્હાઇટ ક્રૉપ ટૉપ અને શૉર્ટ્સ પહેરીને ફોટોશૂટ કરાવ્યુ છે. પરંતુ ખાસ વાત છે કે એક્ટ્રેસે પોતાના શરીર અને પીઠ પર ત્રોફાવેલા ટેટૂને ફ્લૉન્ટ કર્યા છે. અવનીત કૌર હાલમાં તુર્કીમાં એન્જોય કરી રહી છે.
અવનીતે કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા છે. તેને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે. અભિનેત્રીએ સીરિયલ 'અલાદ્દીન'માં જાસ્મિનનો રોલ કર્યો હતો. આ સીરિયલમાં આવ્યા બાદ અવનીતની બોલ્ડનેસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, અવનીત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રમોશનલ પોસ્ટ્સથી દર મહિને 8 લાખ રૂપિયા કમાય છે. આ સિવાય અભિનેત્રી મ્યુઝિક વીડિયો, ટીવી અને ફિલ્મોમાંથી લગભગ 1 કરોડની કમાણી કરે છે. અવનીતે મુંબઈમાં પોતાનું ઘર ખરીદ્યું ત્યારે તે ચર્ચામાં આવી હતી. અભિનેત્રી આ ઘરમાં તેના માતા-પિતા સાથે રહે છે.