ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મુજબ આયુષ્માનની ફિલ્મે બીજા દિવસે 11.08 કરોડની કમાણી કરી છે. ફિલ્મને 9.55 કરોડની ઓપનિંગ મળી હતી. બે દિવસમાં ફિલ્મે 20.63 કરોડની કમાણી કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે ડિરેક્ટર હિતેશ કેવલ્યની આ ફિલ્મમાં નાનકડાં શહેરની વાત કરવામાં આવી છે, જેમાં આયુષ્માન ખુરાન, જીતેન્દ્ર કુમારને પ્રેમ કરે છે. તેઓ પોતાના પ્રેમને મેળવી શકે છે કે પછી પરિવારના દબાણ સામે લાચાર થાય છે, તે વાત ફિલ્મમાં બતાવવામાં આવી છે. ફિલ્મમાં કોમેડીની સાથે સોશિયલ મેસેજ આપવામાં આવ્યો છે.