ચેન્નઈ: ચંદન તસ્કર વીરપ્પનની દિકરી વિદ્યા રાની શનિવારે ભાજપમાં સામેલ થઈ છે. કૃષ્ણગિરીમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ મુરલીઘર રાવ, પૂર્વ કેંદ્રીય મંત્રી પૉન રાધાકૃષ્ણન સહિત અન્ય નેતાઓની હાજરીમાં વિદ્યા સહિત મોટી સંખ્યામાં લોકો ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં સામેલ થયા બાદ વિદ્યા રાનીએ કહ્યું હું ગરીબો અને વંચિતો માટે કામ કરવા ઈચ્છું છું. પીએમ મોદીની યોજનાઓ લોકો માટે છે અને હું તેને લોકો સુધી લઈ જવા માંગુ છું.


ઉલ્લેખનીય છે કે વીરપ્પન કુખ્યાત અપરાધી હતો અને તેનો આતંક કર્ણાટક અને તમિલનાડુમાં ફેલાયો હતો. દક્ષિણ ભારતના જંગલ વીરપ્પના કબજામાં હતા, જંગલમાં બેસીને વીરપ્પન હાથીના દાંત અને ચંદનની ખુલ્લેઆમ તસ્કરી કરતો હતો.

તેના પર પોલીસકર્મીઓની હત્યા કરવાનો પણ આરોપ હતો, વીરપ્પન ખબરીઓને પણ મોતને ઘાટ ઉતારતો હતો. તેનો આતંક વધી ગયો ત્યારે પોલીસે તેને ઠેકાણે પાડવાનું નક્કી કર્યું હતું. વીરપ્પન અને તેમના સહયોગિઓને વર્ષ 2004માં તમિલનાડુ વિશેષ કાર્ય બળે તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.