તાહિરાએ પોતાની માસ્ક સાથેની તસવીર શેર કરતા લખ્યું, 'દિલ્હીની ટ્રિપ. હું જેવી એરપોર્ટની અંદર દાખલ થઈ ને જોયું કે દરેક લોકો માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. આ જોઈને જ મને ગભરામણ થઈ હતી. આપણે કેવી રીતે રહીએ છીએ? આપણી ધરતીને શું થયું છે ? મારી આ ગભરામણ પેનિક એટેકમાં બદલાય એ પહેલાં મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો હતો. કોઈના ચહેરા નથી દેખાતા, કોઈને વાત કરતા કે સ્માઇલ કરતા નથી જોઈ શકતી. કોઈની એક છીંકથી પણ લોકો ચિંતામાં આવી જાય છે. આ જોવું ખરેખર ડિસ્ટર્બિંગ છે. એક તરફ કોરોના વાઇરસ છે અને એક તરફ દંગા થઈ રહ્યા છે. મને એટલી ખબર છે કે આપણે બધા સાથે પ્રાર્થના કરીશું તો એ સાંભળવામાં આવશે અને આપણે એની જ આશા રાખી શકીએ છીએ.'
દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. યુનિયન હેલ્થ મિનિસ્ટર હર્ષવર્ધનના જણાવ્યા મુજબ ભારતમાં અત્યાર સુધીમાં 25 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.