નવી દિલ્હીઃ આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ 2020માં ભારતની ઈંગ્લેન્ડ સામેની મેચ વરસાદના કારણે રદ્દ કરી દેવામાં આવી હતી. જેના કારણે ભારતની મહિલા ટીમ પ્રથમ વખત ફાઈનલમાં પહોંચી હતી. ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે તેના અનોખા અંદાજમાં મહિલા ટીમને અભિનંદન આપ્યા હતા.

સેહવાગે ટ્વિટ કરીને લખ્યું, સેમિ ફાઇનલ જોવી સારી લાગત પરંતુ ઈન્દ્ર દેવતા આગળ કોણ જીતી શકે છે ? મેહનતનું પરિણામ સારું જ મળે છે. ગ્રુપ સ્ટેજમાં તમામ મેચ જીતવાનું ઈનામ મળ્યું. મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન અને રવિવાર માટે શુભકામના.


મહિલી ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો બીજી સેમિ ફાઈનલના વિજેતા સાથે थेશે. બીજી સેમિ ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. રવિવારે વર્લ્ડકપ ફાઈનલ મેલબર્નમાં રમાશે.

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કહોલીએ પણ મહિલા ટીમને અભિનંદન આપ્યા છે. કોહલીએ ટ્વિટ કરીને લખ્યું, મહિલા ક્રિકેટ ટીમને ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં પહોંચવા માટે અભિનંદન. છોકરીઓ અમને તમારા પર ગર્વ છે અને ફાઈનલ માટે શુભકામના.


આ ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપમાં ફાઈનલમાં પહોંચવા માટે મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા છે.


Coronavirus: રાજ્યસભામાં આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું- જરૂર ન હોય તો વિદેશ ન જાવ

Women’s T-20 Worldcup: ભારતે રચ્યો ઈતિહાસ, એક પણ બોલ ફેંકાયા વગર પહોંચ્યું ફાઇનલમાં

પોલાર્ડે રચ્ચો ઈતિહાસ, એક જ T-20 મેચમાં બનાવ્યા બે મોટા રેકોર્ડ