મથુરાઃ દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં 29 લોકોને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. હવે મથુરાના ઈસ્કોન મંદિરે પણ વિદેશી ભક્તોને લઈ એડવાઇઝરી જાહેર કરી છે.

મથુરા ઈસ્કોન મંદિરના પીઆરઓ, સૌરભ દાસે જણાવ્યું, કોરોના વાયરસના કારણે અમે આગામી બે મહિના સુધી વિદેશી ભક્તોને ન આવવા અપીલ કરીએ છીએ. જો તેઓ મંદિરની મુલાકાત લેવા ઈચ્છતા હશે તો તેમણે કોઈ જાતનું ઈન્ફેક્શન નથી તેવું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે.


કોરોના વાયરસ ફેલાતો અટકાવી શકાય તે માટે મંદિરના પૂરા સ્ટાફને માસ્ક આપવામાં આવ્યા છે. ઈસ્કોન મંદિરે પણ તેમના તરફથી વ્યવસ્થા કરી છે. જે લોકો મંદિરમાં દર્શન કરવા આવી રહ્યા છે તેમને કોરોના પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત જે વિદેશી ભક્તો મંદિરમાં છે તેમને સમજાવવા માટે વિદેશી સાધકો અને ઈસ્કોનના પ્રચારકોને કામે લગાવવામાં આવ્યા છે.

મહિલા ટી-20 વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચનારી ભારતીય ટીમને સેહવાગે અનોખા અંદાજમાં પાઠવ્યા અભિનંદન, લખ્યું- ઈન્દ્ર દેવતા સામે કોણ જીતી શકે છે

Coronavirus: રાજ્યસભામાં આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું- જરૂર ન હોય તો વિદેશ ન જાવ

Women’s T-20 Worldcup: ભારતે રચ્યો ઈતિહાસ, એક પણ બોલ ફેંકાયા વગર પહોંચ્યું ફાઇનલમાં