હિન્દી ફિલ્મોના આ ઓછા જાણીતા એક્ટરની ફિલ્મે તોડ્યો 'બાહુબલી'નો રેકોર્ડ, જાણો વિગત
25 કરોડમાં બનેલી આયુષ્યમાન ખુરાની ફિલ્મ બધાઇ હો 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે. અત્યાર સુધી 132 કરોડની કમાણી કરી ચૂકી છે, આ સાથે બધાઇ હો ફિલ્મે ‘બાહુબલી’નો પણ રેકોર્ડ તોડી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલું જ નહીં ગુરુવારે રિલીઝ થયેલી ‘2.0’ના બૉક્સ ઑફિસ કલેક્શનની પણ બાહુબલી સાથે તુલના થવા લાગી હતી. જોકે, આ બધાની વચ્ચે ઓછા જાણીતા એક્ટર આયુષ્યમાન ખુરાનાએ પોતાની ફિલ્મ બધાઇ હો એ રેકોર્ડ તોડી નાંખ્યો છે. આયુષ્યમાનની ફિલ્મ આવા રેકોર્ડ તોડશે તેની કોઇએ કલ્પના પણ ન હતી કરી.
સામાન્યા રીતે ‘બાહુબલી: ધ કન્ક્લૂઝન’ ભારતીય સિનેમાની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે. જ્યારે પણ બૉક્સ ઑફિસ પર કોઇ મોટી ફિલ્મ રિલીઝ થાય ત્યારે તેની સરખામણી ‘બાહુબલી’ સાથે થવા લાગે છે, કે તે કયો રેકોર્ડ તોડશે.
મુંબઇઃ ભારતીય ફિલ્મ જગતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બાહુબલી છે, બાહુબલીએ રિલીઝ બાદ અનેક રેકોર્ડ તોડી નાંખ્યા અને ટૉપ પર પહોંચી હતી. હવે આ ફિલ્મના રેકોર્ડને એક ઓછા જાણીતા એક્ટરની ફિલ્મે ટક્કર આપીને રેકોર્ડ તોડ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -