હોકી વર્લ્ડ કપઃ ભારતની શાનદાર રમત, વર્લ્ડ નંબર 3 બેલ્જિયમ સાથેની મેચ 2-2થી ડ્રો

ચોથા હાફની બીજી મિનિટે સિમરનજીત સિંહે શાનદાર રમત દર્શાવીને ગોલ કરતાં ભારત 2-1થી આગળ થઈ ગયું હતું. પરંતુ 10મી જ મિનિટમાં બેલ્જિયમના સિમોન ગોગનાર્ડે ગોલ કરીને સ્કોર 2-2થી બરાબર કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જે બાદ ભારત કે બેલ્જિયમ કોઈ ગોલ ન કરી શકતાં મેચ 2-2થી ડ્રો થઈ હતી.

મેચમાં પહેલો ગોલ બેલ્જિયમના હેન્ડ્રિક્સે 8મી મિનિટમાં કર્યો હતો. બીજા ક્વાર્ટરમાં પણ બેલ્જિયમે ભારત પર દબદબો બનાવી રાખ્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં ભારત તરફથી હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો
ભુવનેશ્વર: હોકી વર્લ્ડ કપમાં રવિવારે ભારત-બેલ્જિયમ વચ્ચે રમાયેલો હાઇ વોલ્ટેજ મુકાબલો 2-2થી ડ્રો થયો હતો. ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે બેલ્જિયમને ટક્કર આપીને એક સમયે 2-1ની લીડ લીધી હતી પરંતુ સતત બીજી જીત મેળવી શકી નહોતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -