Royal Marriage: પ્રિયંકા ચોપરા-નિક જોનાસની તસવીરો આવે સામે, મસ્તી જોઈને નીતા અંબાણી પણ હસી પડ્યાં
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની મહેંદી અને સંગીત સેરેમનીની તસવીરો પણ સામે આવી હતી. આ તસવીરોને ખુદ દેશી ગર્લે તેના સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, વ્હાઈટ વેડિંગમાં બંને પરિવારે બંનેની પહેલી ડેટને રિક્રિએટ કરી હતી. જેમાં બંને ફૂલોની ચાદર પર ચાલીને આવ્યા હતાં. વેડિંગ વેન્યૂને 50 કિલો ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. પ્રિયંકાએ ડિઝાઈનર રાલ્ફ લોરેનનું ડિઝાઈનર વ્હાઈટ ગાઉન પહેર્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકાની ચૂડા સેરેમની બીજી ડિસેમ્બરના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ થઈ હતી. લગ્નમાં પ્રિયંકા લાલ રંગની સાથે કુંદન જ્વેલરી કેરી કરી હતી. પ્રિયંકા-નિકે પેલેસના બરાદારી લોનમાં લગ્ન કર્યા હતાં. આ લોનના બેકડ્રોપમાં મેહરાનગઢ કિલ્લો છે. હિંદુ રીતિ-રિવાજ પ્રમાણેના લગ્ન માટે 40 ફૂટ ઊંચો મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો.
પ્રિયંકાએ નિક જોનાસ તથા સાસરીયા સાથે ધમાકેદાર ડાન્સ કર્યો હતો. આ સિવાય મોમ મધુ ચોપરા સાથે સ્પેશ્યિલ પર્ફોમન્સ પણ આપ્યું હતું. ત્યારબાદ બેસ્ટ ફ્રેન્ડ ઈશા અંબાણી, બહેન પરિણીતી ચોપરા સહિતના મહેમાનો સાથે જોરદાર ડાન્સ કર્યો હતો.
મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની સુપર સિક્યોર લગ્નનો પહેલો ઓફિશિયલ સંગીત સેરેમનીનો વીડિયો સામે આવ્યો છે. પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ વીડિયો શેર કર્યો છે. 30 નવેમ્બરના રોજ જોધપુરના ઉમેદ પેલેસમાં આ સંગીત સેરેમની યોજાઈ હતી. લાર્જર ધેન લાઈફ લગ્નનો સંગીત પ્રોગ્રામ ઘણો જ શાહી રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -