આ ફિલ્મ આયુષ્માન ખુરાનાની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ છે. 100 કરોડ ક્લબમાં આયુષ્માનની ‘બધાઈ હો’, ‘ડ્રીમ ગર્લ’ અને ‘બાલા’ ફિલ્મ સામેલ થઇ છે. બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની બધાઈ હો ફિલ્મની કમાણી 137.61 કરોડ રૂપિયા હતી.
આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ‘બાલા’ 8 નવેમ્બરના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે.