Baaghi 3 નું ટ્રેલર લોન્ચ, જબરજસ્ત એક્શન કરતો જોવા મળ્યો ટાઈગર શ્રોફ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Feb 2020 03:55 PM (IST)
આ ફિલ્મનું નિર્દેશન અહમદ ખાને કર્યું છે. તેના નિર્માતા સાજિદ નાડિયાદવાલા છે. ફિલ્મ 6 માર્ચના રોજ રિલીઝ થશે.
ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘Baaghi 3’નું ધમાકેદાર ટ્રેલ રિલીઝી થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં ટાઈગર એકવાર ફરી જબરજસ્ત એક્શન કરતો નજર આવી રહ્યો છે. ટ્રેલર જોઈને આ વાતનો અંદાજો લગાવી શકાય છે કે ટાઈગર આ ફિલ્મમાં એક્શનને એક લેવલ આગળ લઈ જવાનો છે. ફિલ્મની કહાની સીરિયામાં ફૈલાયેલા આતંકવાદ વચ્ચે ફસાયેલા રિતેશ દેશમુખને બચાવવા પર છે. ફિલ્મમાં ટાઈગર એકવાર પરી રૉનીની ભૂમિકામાં નજર આવશે. રોનીનો એક ભાઈ વિક્રમ જે પોલીસ છે, વિક્રમને પોતાના ઓફિશિયલ કામ માટે સીરિયા જવાનું થાય છે. ત્યાં તે આતંકી સંગઠનનો શિકાર બને છે. સીરિયામાં ફસાયેલા પોતાના ભાઈ વિક્રમને બચાવવા રોની પણ ત્યાં પહોંચે છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર,અંકિતા લોખંડે અને રિતેશ દેશમુખ પણ નજર આવશે. ફિલ્મમાં શ્રદ્ધા, રોનીની ગર્લફ્રેન્ડ સિયાની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મમાં એકવાર ફરી ટાઈગર પોતાની બોડી અને દમદાર એક્શનનો જલવો દેખાડશે. આ ફિલ્મનું નિર્દેશન અહમદ ખાને કર્યું છે. તેના નિર્માતા સાજિદ નાડિયાદવાલા છે. ફિલ્મ 6 માર્ચના રોજ રિલીઝ થશે.