ચન્નાપટનાઃ કર્ણાટકના ચન્નાપટનામાં ફૂલ વેચતી  મહિલાના ખાતામાં 30 કરોડ રૂપિયા જમા થયા બાદ સમગ્ર પરિવાર હેરાન રહી ગયો હતો. પરિવાર તબીબી જરૂરિયાતો પૂરી કરવા આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. અહેવાલ મુજબ બેંક અધિકારીએ થોડા દિવસો પહલા તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો અને આટલી રકમ ક્યાંથી આવી તે જણાવવા કહ્યું હતું.

સર્ચ ઓપરેશન માટે આવ્યા અધિકારીઓ ને....

સઈદ મલિક બુરહાન અને તેની પત્ની ફૂલ વેચીને ગુજરાન ચલાવે છે. બુરહાને કહ્યું, બે ડિસેમ્બરે તેઓ અમારા ઘરમાં સર્ચ ઓપરેશન માટે આવ્યા હતા. તેમણે એટલું જણાવ્યું કે, મારી પત્નીના ખાતામાં મોટી રકમ જમા થઈ છે. આધાર કાર્ડ લઈને પત્ની સાથે મળવા આવવાનું કહ્યું. બુરહાને દાવો કર્યો કે, બેંક કર્મચારીએ એક દસ્તાવેજ પર સહી કરવા તેના પર ખૂબ દબાણ કર્યું હતું પરંતુ ના પાડી દીધી હતી.

ઓનલાઇન પોર્ટલ પરથી ખરીદી હતી સાડી

બુરહાને કહ્યું, તેણે ઓનલાઇન પોર્ટલ પરથી સાડી ખરીદી હતી. જે બાદ કાર જીતવાના કારણે બેંકની માહિતી માંગવામાં આવી હતી. આ પછી હું મારા ખાતામાં રકમ ક્યારે આવશે તે જાણવા ભટકતો રહેતો હતો. અમારા ખાતામાં 60 રૂપિયા હતા પરંતુ આટલી રકમ અચાનક ક્યાંથી આવી તે સમજી શકતા નથી.

ઈન્કમ ટેક્સ વિભાગને જાણ કરી હોવાનો દાવો

બુરહાને એમ પણ જણાવ્યું કે, ઇન્કમ ટેક્સ વિભાગને એક અરજી પણ આપી હતી. પહેલા તેઓ તપાસ કરવા ઈચ્છુક નહોતા. ફરિયાદ બાદ પોલીસે આઈપીસીની વિવિધ કલમ અંતર્ગત કેસ દાખલ કર્યો. પોલીસના જણવ્યા મુજબ, તેના ખાતામાંથી કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન અંગે બુરહાનને ખબર નહોતી.

IND Vs NZ: વિરાટ કોહલીએ ગાંગુલીનો તોડ્યો રેકોર્ડ, હવે માત્ર બે ખેલાડી જ છે આગળ

IND v NZ: પ્રથમ વન ડેમાં કોહલીએ આ રીતે આઉટ કર્યો હેનરી નિકોલસને, ICCને યાદ આવી જોન્ટી રોડ્સની