પાકિસ્તાન સામે સેમિ ફાઇનલમાં ઓલરાઉન્ડર પ્રદર્શન
તેણે 105 ઈનિંગ દરમિયાન 6 સિક્સ અને 8 ફોર મારી હતી. આ ઉપરાંત બોલિંગમાં પણ તેણે કમાલ દેખાડ્યો હતો. 3 ઓવરમાં 11 રન આપી તેણે પાકિસ્તાનના ઓપનર હૈદર અલીની વિકેટ લીધી હતી. યશસ્વી આજે ભારતમાં ભરમાં સ્ટાર બની ગયો છે. જોકે તેણે અહીં પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. પેટનો ખાડો પુરવા માટે યશસ્વી એક સમયે પાણીપુરી પણ વેચતો હતો.
મુંબઈના આઝાદ મેદાન પર વેચતો હતો પાણીપુરી
યશસ્વીનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. બહુ ઓછા લોકો જાણે છે કે, મુશ્કેલ સમયમાં યશસ્વી પોતાનો ખર્ચો કાઢવા માટે મુંબઈના આઝાદ મેદાન પર પાણીપુરી વેચતો હતો. આ વિશે વાત કરતાં તેને જણાવ્યું કે, સવારે જે છોકરાઓ મારી સાથે ક્રિકેટ રમતા તે જ સાંજે મારી પાસે પાણી પુરી ખાવા આવતા હતા અને આવું કરવામાં મને બહું ખરાબ લાગતું હતું પણ જરૂરિયાને કારણે આ બધું કરવું પડ્યું.
મુંબઈ આવીને કર્યો સંઘર્ષ
યશસ્વી માત્ર 11 વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશના ભિદોહી જિલ્લાથી મુંબઈ આવી ગયો હતો. તેની પાસે રહેવા માટે કોઈ જગ્યા પણ નહોતી. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, તે જ્યારે એક ટેન્ટમાં રહેતો હતો ત્યારે તેની પાસે વીજળી, પાણી અન, બાથરૂમ જેવી સુવિધાઓ નહોતી. હું માત્ર મુંબઈ માટે જ ક્રિકેટ રમવાનું વિચારીને આવ્યો હતો.
આ રાજ્યમાં ટુ વ્હીલર ખરીદવા પર મળશે ફ્રી હેલ્મેટ, પરિવહન મંત્રીએ આપ્યો આદેશ
IND v NZ: પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડીએ રચ્યો ઈતિહાસ, જાણો વિગત
કોરોના વાયરસથી સુરતના હીરા ઉદ્યોગને થશે કરોડોનું નુકસાન, આંકડો જાણીને રહી જશો દંગ