કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા ? બાહુબલી 2ની સ્ટોરી વાયરલ થતાં ખૂલ્યું રહસ્ય
બીજી તરફ, બાહુબલીના ગયા બાદ કાલકેયનો પુત્ર પાછો ફરે છે અને મહિષ્મતિ રાજ્ય પર આક્રમણ કરે છે. જે સાંભળી બાહુબલી પાછો ફરે છે પરંતુ ભલ્લાલદેવને ડર લાગે છે કે રાજમાતા ક્યાંક રાજ્ય બાહુબલીને સોંપી ના દે. જેને કારણે ભલ્લાલદેવ કટપ્પાને આદેશ આપે છે કે તે બાહુબલીને મારી નાખે. કટપ્પા સિંઘાસનનો ગુલામ હોવાના કારણે ભલ્લાલદેવનો આદેશ માની આદેશનું પાલન કરે છે અને બાહુબલીને મારી નાખે છે. જોકે, આ વાર્તા ખૂબ રસપ્રદ છે પરંતુ ફિલ્મની સાચી વાર્તા તો બાહુબલી 2 રીલિઝ બાદ જ જાણી શકાશે.
જ્યારે બાહુબલી રાજા બન્યો તો તેના રાજ્યમાં દેવસેના નામની રાણી હતી જેની સાથે બાહુબલીને પ્રેમ થઇ ગયો અને દેવસેના પણ બાહુબલીને પ્રેમ કરવા લાગી હતી.ભલ્લાલદેવ પણ દેવસેનાને પ્રેમ કરવા લાગે છે. રાજમાતા આદેશ આપે છે કે જે દેવસેના સાથે લગ્ન કરશે જેને રાજ્યમાંથી બહાર જવું પડશે. બાહુબલી આ માટે તૈયાર થઇ જાય છે અને દેવસેના સાથે લગ્ન કરી રાજ્યમાંથી દૂર ચાલ્યો જાય છે.
વોટ્સઅપ પર ફિલ્મ બાહુબલી-2ની શેર કરવામાં આવી રહી છે. આ વાર્તા સાચી છે કે ખોટી તે તો ખ્યાલ નથી પરંતુ તમે આ વાર્તાની મજા માણી શકો છો. તે અનુસાર, કટપ્પા મહિષ્મતિ સિંઘાસનનો ગુલામ હતો અને ફક્ત તે જ નહીં તેના પૂર્વજ જે તે રાજ્યમાં જન્મ્યા હતા તે પણ તે સિંઘાસનના ગુલામ હતા. કટપ્પાના પૂર્વજોએ સિંઘાસનને આ પ્રકારનું વચન આપ્યુ હતું.
એક રાજ્યના શાસન માટે બે ભાઇઓ વચ્ચે સંઘર્ષને દર્શાવતી આ ફિલ્મે ભારતીય બોક્સઓફિસ પર 300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ટ્વિટર પર હેશટેગની સાથે અનેક પ્રશંસકો ફિલ્મના એક વર્ષ થયાની ઉજવણી કરી હતી. જોકે, ફિલ્મના બીજા ભાગની રીલિઝ માટે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. કારણ કે તમામ લોકોના મનમાં એક જ સવાલ છે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? જોકે આ સવાલનો જવાબ આગામી વર્ષે એપ્રિલ મહિનામાં રીલિઝ થઇ રહેલી બાહુબલી ફિલ્મની સિક્વલ બાહુબલીઃ ધ કોનક્લ્યૂજનમાં જ મળશે.
મુંબઇઃ છેલ્લા વર્ષોમાં બ્લોકબસ્ટર ફિલ્મોમાં સામેલ થયેલી ડિરેક્ટર એસ.એસ. રાજમૌલીની ફિલ્મ ‘બાહુબલી’ રીલિઝ થયાને એક વર્ષ પુરુ થઇ ગયું છે અને તેના પ્રશંસકોમાં આ ફિલ્મનો રોમાંચ હજુ પણ એટલો જ છે. શનિવારે મોટી રાત્રે ટ્વિટર પર વન યર ફોર ઇન્ડિયન એપિક બાહુબલી હેશટેગ ટ્રેન્ડમાં રહ્યુ હતું.