ધોનીની પ્રિયંકા ઝા સાથેની પહેલી લવસ્ટોરીનો આવેલો કેવો હચમચાવી નાંખે તેવો અંત, જાણો
ધોનીએ એ પછી પાછું વળીને જોયું નથી. તેની ક્રિકેટ કારકિર્દીએ સફળતાના શિખરો સર કરવા માંડ્યા તો બીજી તરફ સાક્ષી રાવતના રૂપમાં તેને પોતાનો પ્રેમ પણ મળ્યો. 4 જુલાઈ, 2010ના રોજ તેણે સાક્ષી સાથે લગ્ન કર્યાં અને બંને અત્યારે સુખી જીવન જીવે છે. નિરજ પાંડેની ધોની પરની ફિલ્મમાં ધોનીની આ લવસ્ટોરીને પહેલી વાર લોકો સામે રજૂ કરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોનીને પ્રિયંકાના મોતે હચમચાવી દીધો હતો. ક્રિકેટમાં પણ તેનું ધ્યાન નહોતું લાગતું. એક વર્ષ સુધી તેની આ હાલત રહી. બધાંને લાગતું હતું કે ધોની ફરી પહેલાં જેવો ખેલાડી નહીં બની શકે પણ એક વર્ષ પછી ધોની ફરી અસલી રંગમાં આવી ગયો ને તેના દેખાવના કારણે તેની ભારતીય ટીમમાં પસંદગી થઈ. પાકિસ્તાન સામે 123 બોલમાં 148 રનની ઈનિંગ્સ રમી ધોનીએ સૌને દંગ કરી દીધા હતા.
ધોની પ્રવાસેથી પાછો ફરીને આ બધી વાતો પ્રિયંકાને કરવા માગતો હતો પણ એ પાછો ફર્યો ત્યારે તેના જીવનનો સૌથી મોટો આઘાત તેની રાહ જોઈને બેઠો હતો. ધોની રાંચી આવ્યો ત્યારે ખબર પડી કે પ્રિયંકાનું એક એક્સિડન્ટમાં મોત થઈ ગયું હતું. તેના પરિવાર તથા તેના મિત્રોએ આ વાત તેનાથી છૂપાવી હતી કે જેથી તે અપસેટ ના થાય.
પ્રિયંકાનું આગમન ધોની માટે લકી સાબિત થયું. 2003-04માં ધોનીની ઈન્ડિયા એ ટીમ માટે પસંદગી થઈ. ઝીમ્બાવે અને કેન્યાનો પ્રવાસ ધોનીની કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. આ પ્રવાસમાં ધોનીએ 6 ઈનિંગ્સમાં 362 રન કરેલા અને બે સદી ફટકારી હતી. પાકિસ્તાન એ સામે તેણે જીત અપાવી તેથી કેપ્ટન સૌરવ ગાંગુલીનું તેના તરફ ધ્યાન ગયું.
ધોની 21 વર્ષની વયે રાંચીની પ્રિયંકા ઝા નામની છોકરીને મળ્યો અને જોતાં વેંત તેના પ્રેમમાં પડી ગયો હતો. પ્રિયંકા એ વખતે કોલેજમાં ભણતી હતી અને તેને જોતાં જ ધોનીને લાગ્યું હતું કે જેની સાથે તે પોતાની આખી જીંદગી વિતાવી શકે તેવી છોકરીની તલાશ પ્રિયંકા સાથે પૂરી થાય છે.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના અંગત જીવન વિશે લોકો ઘણું બધું જાણે છે પણ ધોનીની પહેલી લવસ્ટોરી વિશે લોકો કશું જાણતા નથી. ધોની 21 વર્ષનો હતો અને ભારતીય ક્રિકેટ ટીમમાં સંધર્ષ મેળવવા મથતો હતો ત્યારે એ પહેલી વાર પ્રેમમાં પડ્યો હતો પણ કમનસીબે તેની આ લવસ્ટોરીનો અત્યંત આઘાતજનક અંત આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -