Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
એક સપ્તાહમાં બાહુબલીએ કરી તગડી કમાણી, તોડ્યા તમામ રેકોર્ડ
બાહુબલી 2ને લઈને રાજામૌલીને આમ તો અનેક સારા રિવ્યૂઝ મળ્યા છે. પરંતુ રજનીકાંતે ફિલ્મને લઈને જે ટ્વીટ કર્યું, તે સૌથી અલગ છે. સાઉથના સિનેમાના ભગવાન, રજનીકાંતે બાહુબલી 2 જોયા બાદ ટ્વિટર પર લખ્યું - બાહુબલી 2 માસ્ટર પીસ છે અને ભારતીય સિનેમાને આ ફિલ્મ પર ગર્વ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાહુબલી 2એ છેલ્લા સાત દિવસમાં વર્લ્ડ વાઈડ 860 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તમને જણાવીએ કે, આ ફિલ્મ 9000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી અને ફિલ્મ મૂળ રીતે તેલુગુમાં બની છે અને હિન્દી સહિત 6 ભાષાઓમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસિર અને સત્યરાજે મુખ્ય ભૂમિકા ભજવી છે.
બાહુબલી 2એ કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા છે. આમિર કાનની પીકે અને દંગલ બન્નેને પછાડી દીધી છે અને તેની કમાણીનો આંકડો 800 કરોડને પાર થઈ ગયો છે. અત્યાર સુધી વર્લ્ડ વાઈડ સૌથી વધારે કમાણીને રેકોર્ડ આમિર ખાનની પીકેના નામે હતો. પીકેએ 792 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બાહુબલી 2 પીકેનો રેકોર્ડ તોડવા માટે માત્ર 42 કરોડ રૂપિયા પાછળ છે.
નવી દિલ્હીઃ બાહુબલી-2એ તમામ રેકોર્ડ તોડી દીધી છે અને તે ભારતીય સિનેમાની નંબર 1 બ્લોકબોસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. ફિલ્મનાં હિન્દી વર્ઝને ભારતમાં પ્રથમ સપ્તાહે 247 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ગુરુવાર સુધી ફિલ્મે તમામ ભાષાઓમાં 534 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
ભારતમાં બાહુબલીએ પ્રથમ સપ્તાહે 128 કરોડ, ચોથા દિવસે 40.25 કરોડ, પાંચમં દિવસે 30 કરોડ, છઠ્ઠા દિવસે 26 કરોડ, સાતમાં દિવસે 22.75 કરોડ મળીને કુલ 247 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 28 એપ્રિલે રિલીઝ થયેલ બાહુબલી 2એ પ્રથમ સપ્તાહે ભારતમાં 545 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મનું 250 કરોડ રૂપિયાનું બજેટ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -